શાપર દશામાના દર્શને જતાં યુવકને મૃત્યુ પામેલા ભાઈની પૂછપરછ કરી ત્રણ શખ્સે માર માર્યો
શહેરમાં કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં આવેલ 25 વારિયામાં રહેતો યુવાન ગઈકાલે દિવાસાના દિવસે શાપર દશામાના મંદિરે ચાલીને દર્શન કરવા જતો હતો ત્યારે કોરાટ ચોક પાસે અજાણ્યા બાઈક ચાલકને લીફ્ટ આપતા બાઈક સવાર ત્રિપુટીએ પદયાત્રી યુવકને તેના મૃત્યુ પામેલા ભાઈ અંગે પુછપરછ કરી પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારિયા સોલવન્ટમાં આવેલ 25 વારિયામાં રહેતા મુળજીભાઈ વીરજીભાઈ સાડમિયા નામનો 40 વર્ષનો યુવાન બપોરના સાડા અગિયારેક વાગ્યાના અરસામાં કોરાટ ચોકમાં હતો ત્યારે ત્રણ અજાણ્યા બાઈક સવાર શખ્સોની ઝઘડો કરી પાઈપ વડે મારમાર્યો હતો.
હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં મુળજી સાડમિયાન ગઈકાલે દિવાસાના દિવસે શાપરમાં આવેલા દશામાના મંદિરે ચાલીને દર્શન કરવા જતો હતો ત્યારે કોરાટ ચોક પાસે પહોંચતા ત્યાંથી પસાર થઈ રહેલા બાઈકને લીફ્ટ આપી હતી. બાઈક સવાર ત્રણેય અજાણ્યા શખ્સોએ નીચે ઉતરી મુળજી સાડમિયાના ભાઈ લાલજીનું એક વર્ષ પહેલા મર્ડર થયું હતું. તે અંગે તારો ભાઈ લાલજી ક્યાં છે તેમ કહી પાઈપ વડે માર માર્યો હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.