For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વીંછિયાના સનાળીમાં હલણના પ્રશ્ર્ને યુવક ઉપર શેઢા પાડોશીનો કોથળીથી હુમલો

12:00 PM Jun 05, 2025 IST | Bhumika
વીંછિયાના સનાળીમાં હલણના પ્રશ્ર્ને યુવક ઉપર શેઢા પાડોશીનો કોથળીથી હુમલો
oplus_2097184

વીંછીયા તાલુકાના સનાળી ગામે હલણ મુદ્દે યુવાન ઉપર શેઢા પડોશીએ ઝઘડો કરી કોદાળી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડાયો હતો.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વીંછીયા તાલુકાના સનાળી ગામે રહેતો હિમતભાઈ વાલજીભાઈ હરણીયા નામનો 43 વર્ષનો યુવાન સાંજના અરસમાં પોતાની વાડીએ હતો. ત્યારે શેઢા પાડોશી નટવર ત્રિકમભાઈ પટેલે ઝઘડો કરી માથાના ભાગે કોદાળી મારી દીધી હતી. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે વીંછીયા પોલીસને જાણ કરતા વીંછીયા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં હિમતભાઈ હરણીયા સાથે શેઢા પાડોશી નટવર પટેલે હલણના પ્રશ્ને ઝઘડો કરી કોદાળી વડે હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

Advertisement

આ ઉપરાંત મોરબીના વાદીપરા ગામે રહેતા રમેશભાઈ માનાભાઈ સિંધવ નામનો 32 વર્ષનો યુવાન સંધ્યા ટાણે પોતાના ઘર પાસે હતો. ત્યારે મુન્ના સહિતના અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઉપરોક્ત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement