શાપરમાં કડિયા કામની મજુરીના રૂપિયાની ઉઘરાણી કરતા યુવાન ઉપર ધોકાથી હુમલો
કોટડાસાંગાણીનાં પારડીમા રહેતા યુવાને શાપરમા હતો ત્યારે કડીયા કામનાં રૂપીયા 8000ની ઉઘરાણી કરતા અજાણ્યા યુવકે ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ કોટડા સાંગાણીનાં પાલડી ગામે રહેતો મહેશ ધનાભાઇ બાબરીયા નામનો 3પ વર્ષનો યુવાન સાંજનાં સાતેક વાગ્યાનાં અરસામા શાપરમા હતો ત્યારે અજાણ્યા શખ્સે ધોકા વડે માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યો હતો. પ્રાથમીક તપાસમા મહેશ બાબરીયાએ કરેલા કડીયા કામના રૂપીયા 8 હજાર રામસિંગ પાસેથી લેવાના હતા જે રૂપીયાની ઉઘરાણી કરતા હુમલો કર્યો હોવાનુ જાણવા મળ્યુ છે.
બીજા બનાવમા પડધરીમા રહેતા મન્સુખભાઇ લાખાભાઇ સોલંકી (ઉ.વ. પપ) પર હિતેશ, સુરેશ અને કમલેશ સહીતનાં શખ્સોએ ઝઘડો કરી પાઇપ વડે માર માર્યો હતો. મનસુખભાઇ સોલંકીને ઇજા પહોંચતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.