થોરાળામાં ચાલીને જતાં યુવાન પર શેરીમાંથી નીકળવા મામલે બે શખ્સોનો હુમલો
04:46 PM Apr 12, 2025 IST
|
Bhumika
Advertisement
નવા થોરાળા ગોકુલપરામાં રહેતો યુવાન સ્વામીનારાયણ સ્કૂલ પાસેથી ચાલીને જતો હતો ત્યોર ત્રણ શખ્સોએ શેરીમાંથી નિકળવા મામલે માર માર્યો હતો આ મામલે યુવાને પોતાનો સોનાનો ચેઈન અને મોબાઈલ પણ પડાવી લીધાનો આક્ષેપ કર્યો હતો.
Advertisement
બનાવની વિગત અનુસાર, નવા થોરાળાના ગોકુલપરામાં રહેતા હરેશભાઈ કાનજીભાઈ પમરાર (ઉ.વ.44) નામનો યુવાન સ્વામીનારાયણ સ્કૂલ પાસેથી ચાલીને જતો હતો ત્યારે શેરીમાંથી નિકળવા મામલે શામજી, કેવલ, અજય અને તેની સાથેના અજાણ્યા શખ્સે ઢીકાપાટુનો માર માર્યો હતો. હરેશને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
હરેશભાઈ સેન્ટીંગ કામ કરે છે ગઈકાલે બનેલી મારામારીની ઘટનામાં આરોપીઓ પોતાનો મોબાઈલ અને સોનાનો ચેઈન પડાવી ગયા હોવાનો આક્ષેપ કર્યો છે. આ અંગે થોરાળા પોલીસે હરેશની ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરી છે.