મોરબીના યુવાનને ઘરબેઠા રૂપિયા કમાવવાની લાલચ ભારે પડી, 20.75 લાખ ગુમાવવા પડ્યા
યુવાને સાયબર સેલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
મોરબી શહેરમાં રહેતા અને લોન ક્ધસલ્ટન્સીનો ધંધો કરતા યુવકને આરોપીએ ઘરબેઠા રૂૂપિયા કમાવવાની લોભામણી લાલચ આપી અલગ અલગ બહાના હેઠળ યુવક પાસેથી રૂૂ. 20,75,713 યુવક પાસેથી રોકાણ કરાવી જે પરત ના કરી યુવક સાથે છેતરપિંડી કરી રૂૂપિયા પડાવ્યા હોવાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ પર પ્રમુખ સ્વામી પાર્ક -2 સંગાથ પેલેસ -2 ફ્લેટ નં -601 મા રહેતા અને લોન ક્ધસલ્ટન્ટનો ધંધો કરતા હાર્દીપકુમાર ગણેશભાઈ પનારા (ઉ.વ.28) એ આરોપી અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ઓન લાઇન જોબ વર્ક આપવાની વ્હોટસએપ ટેલીગ્રામ દ્રારા વાતચીત કરી ફરીયાદીને ઘર બેઠા રૂૂપીયા કમાવવાની લોભામણી લાલચ આપી શરૂૂઆતમાં ફરીયાદીનો વિશ્વાસ મેળવવા કામ પુરૂૂ કરતા ફરીયાદીને કામના થતા રૂૂપિયા ફરીયાદીના એકાઉન્ટમાં જમા કરાવી ફરીયાદીનો વિશ્વાસ ભરોસો કેળવી બાદમાં અલગ અલગ બહાના હેઠળ ફરીયાદી પાસેથી કુલ રૂૂ.20,75,713 ફરીયાદી પાસે રોકાણ કરાવી જે રોકાણ કરેલ ફરીયાદીના લેણા થતા રૂૂપીયા ફરીયાદીને આજ દિન સુધી પરત નહી આપી ફરીયાદી સાથે વિશ્વાસધાત છેતરપીંડી કરી રૂૂપિયા પડાવી લીધા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.