મોજશોખમાં રૂપિયા ગુમાવતા યુવાને લૂંટનુ તરકટ રચ્યું
જોડિયા તાલુકા ના લખતર કેસિયા ગામના માર્ગે રૂૂપિયા 70,000 ની રોકડ રકમ ની લૂંટ ચલાવ્યા ની ફરિયાદ પોલીસ માં નોંધાવાઈ હતી. જેની તપાસમાં એલસીબી પોલીસે ઝૂકાવ્યા પછી ફરિયાદી ની પૂછપરછમાં આખરે તે ભાંગી પડ્યો હતો, અને આવી કોઈ લુંટ થઈ નહીં હોવાનું જણાવતાં ફરિયાદી પોતેજ આરોપી નીકળ્યો હતો. અને મોજ શોખમાં મોટી રકમ ગુમાવી દીધી હોવાથી આ તરકટ રચ્યું હોવાનું સામે આવ્યું છે.
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કેશીયા ગામ ના મીત કિરીટભાઈ ગોદવાણી એ પોલીસ માં ફરીયાદ નોંધાવી હતી, કે પોતે મોટર સાયકલ લઈ ધ્રોલ થી કેશીયા જવા માટે નિકળ્યો ત્યારે લખતર ઓવરબ્રીજ થી કેશીયા તરફ જતા કાચા રસ્તા પર થોડે આગળ પહોચતાં મોટર સાયકલની પાછળ અન્ય બે મોટર સાયકલ પર અજાણ્યા ચાર માણસો આવેલાં અને પોતાનું મોટર સાયકલ ઉભુ રખાવી તે બન્ને મોટર સાયકલ માથી પાછળ બેસેલ બન્ને માણસો નીચે ઉતરી જેમાથી એક માણસે છરી બતાવી રૂૂપીયા 70,000 ની રકમ ની લૂંટ કરી જતા રહ્યા હતાં. આ અંગે જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા એલ.સી.બી શાખા ની ટીમ ને તપાસ સોંપવામાં આવી હતી.
આથી ફરીયાદી ની લુંટ ના બનાવ સબંધે પ્રાથમીક પુછપરછ અને ફરીયાદ હકિકત ધ્યાને લેતાં ફરીયાદી ધ્રોલ ની દુકાન થી બનાવ સ્થળ ખાતે પહોચતા લાગેલ સમય તેમજ બનાવ સ્થળે ફરીયાદી ની પ્રાથમીક પુછપરછ દરમ્યાન બેગમાં રૂૂપીયા 70,000 તથા એક સિલ્વર કલરનુ લેપટોપ ગયેલ હોવાનુ જણાવેલ ત્યાર બાદ ફેરવી તોળવી આ બાબતે બેગમાં રહેલ 70,000 રૂૂપીયા જ લુટ મા ગયેલ અને પોતાનુ પાકીટ તથા મોબાઈલ પોતાની પાસે હોવાનુ જણાવેલું હતું.
તેમજ આ કામે લુટ થયા બાદ બેગ ત્યા નજીકમાથી મળી આવેલ હોવાનુ જણાવેલું હતું, તેમજ પોતા ને છરી વડે થયેલ ઈજા પણ શંકા ઉપજાવે તેમ હોય, તેમજ બનાવ વાળી જગ્યા જોતા એ જગ્યા અવાવરૂૂ તથા સિમ/વાડી વિસ્તારની વચ્ચે આવેલ કાચો રસ્તો હોય તેમજ સદર રસ્તા પર લોકોની આવર-જવર પણ સામાન્ય રીતે ઓછી હોય જેથી ગુન્હા વાળી જગ્યા પણ શંકા ઉપજાવે તેવી હોય, તેમજ આ કામેના ફરીયાદી ની તા. 04/04/2025 ના રોજ ની આખા દિવસ દરમ્યાનની દિન ચર્યા અંગે વિસ્તૃત પુછપરછ કરતાં પોતે જણાવેલ હકિકત ને તથા પોતાની દુકાનની આજુબાજુમા આવેલ સી.સી.ટીવી કેમેરા ચેક કરી ક્રોસ વેરીફાઇ કરતાં બન્નેમા વિસંગતતા જણાય આવેલ હતી.
આમ તપાસ દરમ્યાન ઉપરોકત તમામ મુદાઓ ધ્યાને લેતા ફરીયાદીની બનાવ સબંધે પ્રાથમીક પુછપરછ તથા હકિકત શંકા ઉપજાવી કાઢે તેમ હોય જેથી જોડિયા પો.સ્ટેના પો.સ્ટાફ ની તથા એલ.સી.બી શાખાના પો.સ્ટાફ ની અલગ-અલગ ટીમો બનાવી આ દિશામાં તપાસ કરતા ફરીયાદી એ જણાવેલ હકિકત સત્ય જણાતી ન હોય તેમજ ફરીયાદી અવાર-નવાર પોતાની હકિકત બદલતો હોય જેથી આ કામેના ફરીયાદીની યુકતિ-પ્રયુક્તિ થી તથા અલગ-અલગ ટીમ મારફતે ઉપરોકત શંકા ઉપજાવે તેવા મુદાઓ અંગે જીણવટ ભરી રીતે સધન પુછપરછ કરતાં ફરીયાદી ભાંગી પડયો હતો, છેલ્લા બે મહિના થી આ દુકાનનુ સંચાલન પોતે કરતો હોય અને ફરીયાદી બહાર ફરવા જાવ ત્યારે આ દુકાનમાથી થયેલ વેપાર ધંધાના રૂૂપીયા મોજશોખ માટે તથા હરવા ફરવા માટે વાપરતો હોય, જેથી આ દુકાનના હિસાબમાં આશરે 60 થી 70 હજાર રૂૂપીયાની ઘટ આવતી હોય અને ઘરના પૈસા તેમાં નાખવા પડે તેમ હોય જેથી તા.04/04/2025 ના સાંજના મારી દુકાન બંધ કરી ધ્રોલ ગાંધીચોકથી થોડે આગળ આવેલ રવી સ્ટેશનરીમાં જઇ રૂૂપીયા 30 મા એક કટર ખરીદ કર્યું હતું અને ધ્રોલ થી કેશિયા જવા માટે નીકળી ગયેલ અને લખતર ઓવરબ્રીજ થી નીચે થઇ કેશિયા તરફ જત કાચા રસ્તા પર થોડે જ આગળ જઇ વોકળા પાસે મોટર સાઇકલ ઊભુ રાખી તેની પાસે રહેલ બેગમાથી ધ્રોલ થી ખરીદી કરેલ કટર કાઢી હાથ વડે જમણી સાઇડ છાતી પર એકાદ-બે છરકા મારેલ અને ત્યા થી થોડે આગળ જઈ બેગ રસ્તામા ફેકી દિધેલી હતી. અને ત્યાર બાદ કાકાને ફોન કરી મારી પાસે રહેલ રૂૂપીયા 70,000 ની કોઈ અજાણ્યા ચાર ઈસમો લુટ કરી લઈ ગયેલ હોવાની હકિકત જણાવેલ અને તે મુજબ ફરીયાદ પણ લખાવેલ હતી.
પરંતુ હકિકતમા લુટનો કોઈ બનાવ બનેલ જ નથી. આ ફરીયાદ ખોટી લખાવેલ હતી તેમ કબુલાત આપેલ હોય જેથી આ ગુન્હાના કામેના ફરીયાદી મીત કિરીટભાઈ ગોદવાણી વિરૂૂધ્ધ પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.