મોટી ખાવડીમાં યુવાન ઓનલાઈન ખરીદી ના બહાને છેતરપિંડીનો શિકાર બન્યો
બે ચીટર શખ્સોએ મોબાઈલ કોલિંગ મારફતે ફસાવી સાડા ચાર લાખનું ચીટિંગ કર્યાની ફરિયાદ
જામનગર જિલ્લા ના મોટી ખાવડી માં આવેલી ગ્રીન ટાઉનશીપમાં રહેતા મૂળ દિલ્હી ના રહેવાસી ને ખાનગી બેંક ના ક્રેડીટ કાર્ડ ડિપાર્ટમેન્ટ માંથી બોલતા હોવા નું કહી દોઢ મહિના પહેલાં બે જુદા જુદા નંબર પરથી વાત કરતાં શખ્સો દ્વારા રૂૂપિયા સાડા ચાર લાખ ઉપરાંતની ઓનલાઈન ખરીદી કરી હતી.. આ અંગે ની પોલીસ માં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગર નજીક ના મોટી ખાવડી સ્થિત ગ્રીન ટાઉનશીપ માં રહેતા મૂળ દિલ્હી ના વતની ગુરૂૂવિન્દરસિંગ કવલ નામના કર્મચારીને ગયા જાન્યુઆરી મહિનાની 30 તારીખે બપોરે અજાણ્યા મોબાઈલ નંબર પરથી કોલ આવ્યો હતો.
સામા છેડે રહેલા વ્યક્તિએ આઈસીઆઈસીઆઈ ક્રેડીટ કાર્ડના ડિપાર્ટમેન્ટમાંથી બોલતો હોવાનું જણાવી ગુરૂૂવિન્દરસિંગ ને તેમના ક્રેડીટ કાર્ડમાં મળેલા જોઈનીંગ રિવોર્ડ પોઈન્ટ મેળવી લેવા અને તે પોઈન્ટ રીડીમ કરવામાં મદદ કરવા ની વાત કરી પ્રોસેસ ના નામે વેબસાઈટ ખોલાવી હતી.
ત્યારપછી એક લેન્ડલાઈન નંબર પરથી બીજા શખ્સે પણ ગુરૂૂવિન્દરસિંગ સાથે વાત કરી માયાજાળ પાથરી હતી. તે દરમિયાન આ આસામીના ક્રેડીટ કાર્ડ પર થી ફ્લીપ કાર્ટ પેલ્ટફોર્મ પર થી ઓનલાઈન રૂૂ. 4,50,298 ની રકમ ની બે વખત ખરીદી કરી લેવાઈ હતી અને તેનું પેમેન્ટ ગુરૂૂવિન્દરસિંગ ના ક્રેડીટ કાર્ડ માંથી કરી નાખ્યું હતું. પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે તેમણે મેઘપર પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુન્હો નોંધી બંને ફોન નંબર ના.આધારે તપાસ શરૂૂ કરી છે.