ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પ્રેમ માટે વડોદરાનો યુવક સર્જરી કરાવી યુવતી બન્યો, હવે રાજકોટના યુવકને મન ભરાઇ જતા તરછોડી દીધી

12:00 PM Apr 16, 2025 IST | Bhumika
Advertisement

વડોદરાના એક યુવકે અન્ય યુવક સાથે રહેવા માટે 8 લાખની સર્જરી કરાવીને જાતિ પરિવર્તન કરાવ્યું હતું. હવે તેના પાર્ટનરે તરછોડી દીધી છે. જેના કારણે ટ્રાન્સ વુમન ફસાઇ જતા તેણે પાર્ટનર સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં સાત દિવસ અગાઉ ફરિયાદ આપી હતી. પરંતુ,પોલીસે કોઇ કાર્યવાહી નહીં કરતા આજે ટ્રાન્સ વુમન પોલીસ ભવન પહોંચી હતી. પોલીસ કોઇ કાર્યવાહી નહી કરતી હોવાના આક્ષેપો તેણે કરતા રાવપુરા પોલીસે કાર્યવાહી શરૃ કરી છે.
ટ્રાન્સ વુમને અરજી આપી જણાવ્યું છે કે, મારો પરિચય છ વર્ષ પહેલા રાજકોટના એક યુવક સાથે થયો હતો. ત્યારબાદ અમારા વચ્ચે રિલેશન ગાઢ બન્યા હતા. તેણે હંમેશા મારી સાથે રહેવાનું વચન આપ્યું હતું. યુવકે મને કહ્યું કે, તારે સ્ત્રી બનવું પડશે તો હું હંમેશા તારી સાથે રહીશ અને તને સાચવીશ. મારા માતા - પિતા પણ આપણા સંબંધ સ્વીકારશે. મેં તેના પર વિશ્વાસ રાખી લોન લઇ તેમજ દેવું કરીને સર્જરી કરાવીને સ્ત્રી બની હતી. અમે લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા. તે અંગેનો કરાર પણ કર્યો હતો. તેના માતા - પિતા પણ અમારા સંબંધને સ્વીકારવા તૈયાર હતા. છેલ્લા ત્રણ મહિનાથી આ યુવક, તેના પિતા, માતા અને મિત્ર મને માનસિક ત્રાસ આપી હેરાન કરતા હતા.

Advertisement

તેઓ મારા પાર્ટનરની કાનભંભેરણી કરતા હોઇ મારી સાથે ઝઘડા શરૃ કર્યા હતા. તેમજ છોડી દેવાની ધમકી આપતો હતો. મારા પાર્ટનરે અસંખ્ય વખત મારી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. એટલું જ નહીં સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય પણ તે મારી પાસે કરાવતો હતો.

મારો પાર્ટનર અને તેના સગાઓ મને ધમકી આપતા હતા કે, તું ફિનાઇલ પીને મરી જા. અમને કોઇ ફરક પડતો નથી. હોળીના આગલા દિવસે મારો પાર્ટનર મને છોડીને જતો રહ્યો હતો. ત્યારબાદ તેણે મને ફોન કરીને કહ્યું કે, હવે હું આવવાનો નથી. આપણે કોઇ સંબંધ નથી. મને આઘાત લાગતા મેં ફિનાઇલ પી લીધું હતું. કારણકે ટ્રાન્સ વુમન બન્યા પછી મારા માતા - પિતાએ પણ મને સ્વીકારવા તૈયાર નથી.

Tags :
gujaratgujarat newsrajkot newsvadodaravadodara news
Advertisement
Advertisement