હળવદના સુંદરગઢ ગામના યુવાનનું પ્રેમલગ્નમાં અપહરણ કરી માર માર્યો
યુવતીના કાકા સહિત ચાર સામે ફરિયાદ
હળવદના નવા સુંદરગઢ ગામે પ્રેમ સંબધનો ખાર રાખી ચાર શખ્સોએ યુવાનનું અપહરણ કરીને માર મારી ઈજા કરી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
હળવદના નવા સુંદરગઢ ગામે રહેતા માંડણભાઈ બેચરભાઈ ખાંભડીયા એ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેના નાનાભાઈ વિષ્ણુને આરોપી રાકેશભાઈ લધુભાઈ મોરવાડિયાની ભત્રીજી સાથે પ્રેમ સંબધ હોય અને કોર્ટ મેરેજ કર્યા છે જેનો ખાર રાખી આરોપી રાકેશભાઈ લધુભાઈ મોરવાડિયા, શૈલેશભાઈ મહાદેવભાઈ માલાસણા, સંદીપભાઈ ભૂપતભાઈ અગેચાણીયા અને નીલેશભાઈ સવશીભાઈ અગેચાણીયાએ માંડણભાઈના ઘર પાસે જઈને માંડણને ગાળો આપી આરોપીએ માંડણભાઈને પકડી રાખી શૈલેશભાઈ એ પોતાના હાથમાં રહેલ લાકડાના ધોકાનો એક ધા કરી ઈજા કરી આરોપીઓએ વિષ્ણુને ગાડીમાં બેસાડી અપહરણ કરી મોરબી નજીક અજાણી જગ્યાએ લઇ જઈ ગાડીમાંથી નીચે ઉતરી ધોકા વડે માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે.