લંડન યુનિવસિટીમાં એડમિશન અપાવી દેવાની લાલચે નવાગામના યુવાન સાથે રૂા.4.80 લાખની છેતરપિંડી
રાજકોટના બી.ઈ.ભણેલા યુવાને યુ.કે.માંથી ડિગ્રી મેળવવાની આશાએ યુનિવર્સિટી ઓફ વેસ્ટ લંડનમાં એમ.એસસી.એપ્લાઈડ ઈન પ્રોજેક્ટ મેનેજમેન્ટ કોર્સમાં રૂૂમ. 10 લાખની ફી સામે અર્ધી ફીમાં એડમીશન અપાવી દેવાનું કહીને સુરતના હાર્દીક બદરૂૂકીયા નામના શખ્સે ઠગાઈ કરી આ રકમ ઓળવી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.
સંજય ઠાકરશીભાઈ સાપરા કોળી (ઉ. 26 રહે. રંગીલા સોસાયટી ,નવાગામ આણંદપર તા.રાજકોટ મૂળ રહે.રાજપરા તા.ચોટીલા)એ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મૂજબ,તે હાલ ચુનાના કારખાનામાં માસિક રૂૂમ.16,000 ના પગારે નોકરી કરે છે અને અપરિણીત છે. 2017ની સાલમાં તે રાજકોટ અભ્યાસ કરતો ત્યારે તેના મિત્રો જીલ પાનસેરીયા, ભાર્ગવ રોકડ, તીરંગ સોજીત્રા વગેરેએ લંડન ભણવા જવાનું નક્કી કરીને એક એજન્ટનો સંપર્ક કરીને આ મિત્રો ઈ.સ. 2022માં લંડન જતા રહ્યા હતા અને ફરિયાદી સંજય ફીના રૂૂમ. 10 લાખની વ્યવસ્થા કરવામાં હતો.
આ દરમિયાન ધવલ નામના મિત્રથી તેને જાણવા મળ્યું કે હાર્દીક બદરૂૂકીયા (રહે.સુરત) નામનો એજન્ટ સસ્તી ફીમાં ઓનલાઈન એડમીશન કરાવવાનું કામ કરે છે જેથી તેનો સંપર્ક સાધતા આરોપી હાર્દીકે ફી થાય છે તેની અર્ધી રૂૂમ. 4,80,000 ની ફી ભરવી પડશે તેમ કહીને આ રકમ મોકલવા જણાવ્યું હતું. અર્ધી ફીમાં એડમીશન લેવાની લાલચમાં આવીને ફરિયાદીએ આરોપીનના કહેવા મૂજબ વિરાજ માલવિયા નામના શખ્સના બેન્ક એકાઉન્ટમાં 1લાખ મોકલ્યા અને બાદમાં બીજા રૂૂમ.એક લાખ ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ આરોપીએ તેના યુ.પી.આઈ. આઈડી પર પૈસા ટ્રાન્સફર કરવાનું કહેતા બાકીની રકમ સહિત કૂલ રૂૂમ. 4.80 લાખ ટ્રાન્સફર કરીને આપ્યા હતા.
આરોપીએ એડમીશન ફાઈનલ થઈ ગયાનું કહીને પીડીએફ ફાઈલ મોકલી હતી અને આ રકમ પાઉન્ડમાં 9270 ભરાયાની પહોંચ મોકલી હતી. પરંતુ, ફરિયાદીને બાદમાં શંકા જતા તેના મિત્રો અગાઉ જે એજન્ટ મારફત લંડન ગયા તેની પાસે વેરીફાઈ કરાવતા આ એજન્ટે કહ્યુ કે જે ફીનું પેમેન્ટ કરાયું હતું તે લંડનની યુનિવર્સિટીએ રિટર્ન મોકલી આપીને ફ્રોડથી મોકલાયાનું કારણ આપ્યું છે. બાદમાં હાર્દીકે આ રકમ પરત નહીં આપતા ઉઘરાણી બાદ ઈ. 2023 માં ફરિયાદીએ સુરતમાં મોટાવરાછા,અબ્રામા રોડ, મંત્રાહોમ્સ ખાતે હાર્દીકના ઘરે તપાસ કરતા ત્યાં હાર્દીક મળેલ ન્હોતો. બાદમાં તે વોટ્સએપ કોલથી રૂૂપિયા પરત કરવા વાયદા આપીને અંતે છેતરાયાનો અહેસાસ થતા પોલીસમાં ગુનો નોંધાયો છે.