પોરબંદરના નવાગામ (રાજપર)ના યુવાનને સિંગાપુરમાં 1.30 લાખ પગારની લાલચ આપી 4.75 લાખની છેતરપિંડી
પોરબંદર તાલુકાના નવાગામ (રાજપર)ગામના એક ગરીબ પરિસ્થિતિના ઘરના યુવાનાને સિંગાપુર ખાતે મહિને 1,30,000 ના પગારની બે વર્ષની વર્ક પરમીટની વિઝાની લાલચ આપી. રાણા કંડોરણા ખાતે એલ. કે. એન્ટરપ્રાઇઝ નામે ઓફિસની ખોલી ઇન્ટ્રાગ્રામમાં બોગસ જાહેરાત આપી સિંગાપુરની બે વર્ષની વિઝાના નામે રૂૂ.4,75,000 લઈને વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યા હોવા અંગેની રાણાવાવ પોલીસ માં ફરિયાદ નોંધાવી છે.
નવાગામ(રાજપર)ના કેશુ હમીરભાઈ આગઠ ઉ.વ.30 ધંધો ખેતી રહે નવાગામ(રાજપર) તા.જી.પોરબંદર વાળાએ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ કરેલ કે હું નવાગામ(રાજપર) ગામે મારા પરિવાર સાથે રહું છું અને અમારે સાત વીઘા જમીન છે અને તેમાં ખેતી કરી આમારું ગુજરાન ચલાવીએ છીએ.
ત્યારે આજથી છ માસ પહેલા ઇન્ટ્રાગ્રામ માં એક જાહેરાત આવેલ કે રાણા કંડોરણા ખાતે એલ. કે. એન્ટરપ્રાઇઝ નામે ઓફિસની વિદેશ જવા માટેની જાહેરાત આવેલ એટલે મારે જમીન ઓછી જોય તેથી મે વિદેશ જવાનું નક્કી કરેલ. એલ. કે. એન્ટરપ્રાઇઝ નામે ઓફિસના નંબર પર પૂછપરછ કરેલ તો તેઓએ જણાવેલ કે રાણા કંડોરણા ગામ ખાતે ઓફિસે આવી જાવ.
ઓફિસમાં બેઠેલ બંને એ જણાવેલ કે અત્યારે સિંગાપુર દેશની વર્ક વિઝા ચાલુ છે. તમારે સિંગાપુર દેશ જવું હોય તો તમને ત્યાં બે વર્ષની વિઝા તથા 2000 સિંગાપુર ડોલર મહિનાનો પગાર મળશે. જે ભારતીય ચલણ મુજબ 1,30,000 એક લાખ ત્રીસ હજાર થશે. અને તમારે બે વર્ષના વર્ક વિઝા કઢાવવા માટે કુલ રૂૂ.4,75,000 આપવાના થશે. જેમાં પ્રથમ તમારે વિઝા કઢાવવા માટે રૂૂ.32,000 આપવા પડશે.
અને બાકીના પૈસા વિઝા મંજુરનો લેટર આવ્યા બાદ આપવા પડશે. ત્યાર બાદ તા.23/01/2025 માં રોજ પોરબંદર ખાતે ભરત ડી.પોપટ ની ઓફિસે મે તથા સંગીતાબેન દિલીપભાઈ ઓડેદરા વચ્ચે બે વર્ષના સિંગાપુર વર્ક વિઝા માટે સમજૂતી કરાર 300 રૂૂ.ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી સમક્ષ કરેલ હતા.
બે માસ બાદ સંગીતાબેનએ કેશુના ફોનમાં એક ફોટો મોકલ્યો.અને કહેલ કે તમારી વિઝા આવી ગયેલ છે.અને ભરવાના બાકી રૂૂપિયા 4 લાખ 50 હજાર તમે ભરી જાવ. બાકી વિઝા રદ થઇ જાશે.એટલે કેશુએ અલગ અલગ દિવસે રૂૂ.2 લાખ 80 હજાર રોકડા તથા 1 લાખ 50 હજાર રૂૂપિયા રમેશભાઈ ના બેંકમાં ટ્રાન્સફર કરેલ. તેમજ 20 હજાર રૂૂપિયા સંજયભાઈ આરભમભાઇ ઓડેદરાએ સંગીતાબેન ને તેમના ગૂગલ પે નંબર પર કર્યા હતા .અને ત્યારબાદ સંગીતાએ કહેલ કે છ સાત દિવસમાં તમારે સિંગાપુર જવાનું થશે ત્યારબાદ કેશુ ભારત પાછો પરત આવી સંગીતા બેન દિલીપભાઈ ઓડેદરા અને મારી વચ્ચે 300 ના સ્ટેમ્પ ઉપર થયેલ બે વર્ષના સમજૂતી કરાર જોતા તેમાં બે વર્ષ ભુસીને હાથથી છ માસ કરી સંગીતાબેન દિલીપભાઈ ઓડેદરા તથા રમેશભાઈ ભીમાભાઇ રાતીયા એ મારી સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરેલ હોય કેશુ હમીરભાઈ આગઠે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા ગુન્હો દાખલ થયેલ છે.