ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબીમાં ઇ-કેવાયસીના નામે ધુનડા ગામના યુવાન સાથે 12.50 લાખની ઠગાઇ

01:07 PM Aug 01, 2025 IST | Bhumika
Advertisement

સાયબર ગઠિયાઓ અવનવી તરકીબ અજમાવી લોકોને છેતરી રહ્યા છે ત્યારે મોરબીમાં અગાઉ બે લોકો સાથે આરટીઓના મેમોના નામે એપીકે ફાઈલ મોકલી મોટી રકમની છેતરપિંડી થયા બાદ ગઈકાલે ઘુનડા ગામના યુવાન સાથે બેંકનું ઈ-કેવાયસી કરવાના નામે એપીકે ફાઈલ મોકલી રૂૂપિયા 12.50 લાખની છેતરપિંડી કરવા અંગે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

Advertisement

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઘુનડા ગામે રહેતા નીતિનભાઈ ઠાકરસીભાઈ કોટડીયાએ બે અજાણ્યા મોબાઈલ ધારકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.6 એપ્રિલથી 8 એપ્રિલ 2025 દરમિયાન આરોપીઓએ ફોનમાં ખોટા મેસેજ કરી ઈન્ડ્સઇન્ડ બેંકના ઈ કેવાયસી કરવા માટેની એપીકે ફાઈલ મોકલી હતી. જે ફાઈલ વોટ્સએપમાં ખોલતાની સાથે જ આરોપીઓએ ફરિયાદીની જાણ બહાર બેન્ક એકાઉન્ટમાંથી રૂૂપિયા 12.50 લાખ બારોબાર ઉપાડી છેતરપિંડી કરી હતી. બનાવ અંગે સાયબર ક્રાઈમ પોલીસે મોબાઈલ નંબરના આધારે બે અજાણ્યા ઈસમો તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂૂ કરી છે.

Tags :
crimegujaratgujarat newsmorbimorbi news
Advertisement
Next Article
Advertisement