વિભાપર ગામમાં બાવાજી યુવાન બે વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયો
જામનગર નજીક વિભાપર ગામમાં રહેતા વિપુલ ભાઈ જયેન્દ્રભાઈ અગ્રાવત નામના 42 વર્ષના બાવાજી યુવાને પોતાની પાસેથી રાક્ષસી વ્યાજ વસુલી લઈ વધુ નાણા કઢાવવા માટે ધાકધમકી આપવા અંગે નવાગામ ઘેડમાં રહેતા યોગીભાઈ જાડેજા તથા ધ્રુવસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી બાવાજી યુવાનને આજથી ચારેક વર્ષ પહેલા પોતાની પત્ની કોરોનાગ્રસ્ત બની ગઈ હોવાથી પૈસાની જરૂૂરિયાત ઉભી થતાં તેણે જામનગરના યોગીભાઈ જાડેજા પાસેથી રૂૂપિયા એક લાખ પંચોતેર હજાર રૂૂપિયા 10 ટકા વ્યાજે લીધા હતા. જેની દર મહિને કટકે કટકે કુલ 3,50,000 જેટલી રકમ ચૂકવી દીધી હતી, અને પત્નીની સારવાર ની પાછળ ખર્ચ કર્યો હતો.
દરમિયાન તેણે યોગીભાઈ અને તેના સાગરીત ધૃવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા ને સાડા ત્રણ લાખ રૂૂપિયા જેટલું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં હજુ વધુ ત્રણ લાખ 75 હજાર મુદ્દલ તેમજ વ્યાજ સહિત આપવા પડશે, તેવી માંગણી કરી ફરીથી ધમકી અપાતાં આખરે મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને બંને સામે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે. આથી પોલીસે ગેરકાયદે નાણા ધીરધાર અંગેની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધ ખોળ હાથ ધરી છે.