શ્રીનાથજી સોસાયટીમાં માનસિક બિમારીથી કંટાળી યુવાનનો આપઘાત
04:50 PM Jun 20, 2025 IST
|
Bhumika
Advertisement
શહેરના મવડી વિસ્તારમાં આવેલી શ્રીનાથજી સોસાયટીમાં માનસિક બિમારીથી કંટાળી યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. જાણવા મળતી વિગત મુજબ, શ્રીનાથજી સોસાયટી શેરી નં.15માં રહેતાં અજીતસિંહ જોરૂભા જાડેજા (ઉ.30) નામના યુવાન આજે સવારે પોતાના ઘરે ઉપરના માળે પંખામાં ચાદર બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
Advertisement
તેનો નાનો ભાઈ ઉપર કપડા લેવા જતાં ભાઈને લટકતો જોઈ હતપ્રભ બની ગયો હતો. બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઈ બે બહેનમાં મોટો અને છુટક બાંધકામનું કામ કરતો હતો. માનસિક બિમારીથી કંટાળી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.
Next Article
Advertisement