For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

થાઇલેન્ડના પટાયામાં પોરબંદરના યુવક-યુવતીને જોબના નામે ફસાવ્યા, લાખોની રકમ પડાવી

12:14 PM Jun 21, 2025 IST | Bhumika
થાઇલેન્ડના પટાયામાં પોરબંદરના યુવક યુવતીને જોબના નામે ફસાવ્યા  લાખોની રકમ પડાવી

સોશિયલ મીડિયા પર મદદની અપીલ કરતાં ઇન્ડિયન કોમ્યુનીટી દ્વારા વતન મોકલવાની વ્યવસ્થા કરાઇ

Advertisement

પોરબંદરથી વિદેશમાં નોકરીના નામે અવારનવાર લાખો રૂૂપિયાના ચીંટીંગ થઇ રહ્યા છે ત્યારે આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પોરબંદર શહેર અને આજુબાજુના ગામડાના 19 યુવક- યુવતીઓને થાઇલેન્ડના પટાયામાં હોટલમાં હાઉસ કિપીંગની નોકરીના બહાને સાડા ત્રણથી ચાર લાખ રૂૂપિયા ખંખેર્યા બાદ તેઓને નોકરી નહી અપાવતા આ યુવક-યુવતીઓ ત્યા ફસાઇ જતા ત્યાની ઇન્ડિયન કોમ્યુનિટી દ્વારા તેમને વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જાણવા મળતી વિગત પ્રમાણે થાઇલેન્ડના પટાયા ખાતે નોકરીના બહાને લાખો રૂૂપિયા દઇને ત્યાં બે મહિના પહેલા ગયેલા 19 જેટલા યુવક-યુવતીઓને નોકરી અપાવવામાં આવી નથી ત્યારે ફસાઇ ગયેલા આ યુવક-યુવતીઓએ સોશ્યલ મીડિયાના માધ્યમથી વીડિયો વાયરલ કરીને પોતાની આપવિતી વર્ણવી હતી.

પટાયા ખાતે ફસાયેલા આ યુવક-યુવતીઓએ જણાવ્યું હતું કે મૂળ પોરબંદર તથા હાલ સાયપ્રસ રહેતા એક શખ્સ અને એક પંજાબી શખ્સ દ્વારા તેઓને બોટલમાં ઉતારવામાં આવ્યા છે. તેમને એવુ જણાવ્યુ હતુ કે પટાયા અને બેંગકોક ખાતે હોટલમાં હાઉસ કીપીંગની જોબ છે, 50 હજાર રૂૂપિયા મહિને પગાર ચૂકવવામાં આવશે અને બે વર્ષના વિઝા પણ આપવામાં આવશે. 19 જેટલા યુવક-યુવતીઓ પાસેથી સાડાત્રણથી ચાર લાખ રૂૂપિયા પડાવાયા હતા અને 27 એપ્રિલના તેઓને થાઇલેન્ડ મોકલ્યા હતા. ત્યાં ગયા બાદ કોઇપણ પ્રકારની નોકરી મળી ન હતી.

Advertisement

તે દરમ્યાન તેઓ તેમની સાથે લઇ ગયેલી કરન્સી પણ પૂરી થઇ ગઇ હતી અને રહેવા તથા જમવાના ફાંફા પડવા લાગ્યા હતા, તેમના વિઝા 25 જૂને પૂર્ણ થઇ રહ્યા છે.મુશ્કેલીમાં મુકાઇ ગયેલા યુવક-યુવતીઓએ સોશ્યલ મીડિયાના માધ્યમથી મદદ માંગી હતી. વાયરલ થયેલા વીડિયો અંગેની જાણ થાઇલેન્ડમાં વસતી ઇન્ડિયન કોમ્યુનિટીને થતા પટાયા કોમ્યુનિટી દ્વારા રહેવા જમવાની વ્યવસ્થા કરી આપવા સહિત તેઓને વતન મોકલવા માટેની પણ કાર્યવાહી હાથ ધરાઇ છે. આ 19 યુવક-યુવતીઓના પરિવારજનો પણ ચિંતાતુર બની ગયા છે અને તેમના સંતાનો વહેલી તકે હેમખેમ પરત આવી જાય તેની રાહ જોઈ રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement