ભાભી સાથે માથાકૂટ કરતાં શખ્સોને ટપારવા ગયેલા યુવાન અને તેમના નાનીને માર માર્યો
પરસાણાનગરમાં રહેતા મીલનભાઇ રાજેશભાઇ જેઠવા(ઉ.વ.28)એ તેમના ભાભી કાજલબેન સાથે માથાકૂટ નહીં કારવાનું સમજાવતા અકન ઘાવરી અને સાવન ઉર્ફે લાલી વાઘેલાએ ગાળો આપી નાની ડાયબેન ગોહેલ(ઉ.68) અને તેમના ભાઈ સાથે માથાકૂટ કરી મારમારતા આ મામલે પ્ર. નગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
મિલને ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇકાલ તા.07/10 ના રોજ તે તેમના માસા વિનોદભાઈની ઉતરક્રીયા વાલ્મીકી વાડી આવાસ ક્વાટર મા કરશનભાઇ ટાઉનશીપ હોય ત્યા ગયેલ હોય અને તેમના માસાના ઘરે હોય ત્યારે ઘરની બહાર વાગતા ભજન અચાનક બંધ થઇ જતા તે ઘરની બહાર ગયો હતો ત્યારે તેમના ભાભી કાજલબેનએ જણાવેલ કે હુ સામેની બાજુ દુકાન આવેલ હોય ત્યા બાળકો માટે નાસ્તા લેવા ગયેલ હતી ત્યારે રસ્તામા અકન મારી સાથે ગમે તેમ બોલવા લાગેલ અને અપમાન કરેલ જેથી અમોએ અકન તથા તેની રહેલ લાલી ને સમજાવી ને ત્યાથી જવા દીધા હતા.
થોડા સમય પછી અકન તથા લાલી ઉતરક્રીયાનો પ્રસંગ હોય ત્યા આવેલ જેમા અકન ના હાથમાં છરી તથા લાલી ના હાથમા લાકડાનો ધોકો હતો જે ત્યા આવી બન્ને જેમ ફાવે તેમ ફેરવવા લાગેલ અને બીભત્સ ગાળો દેવા લાગેલ અને તેમના નાની ડાયબેન અમરાભાઇ ગોહેલ વચ્ચે આવતા તેના માથાના ભાગે ધોકો મારી દીધેલ અને તેમના માથામાથી લોહી નીકળવા લાગેલ અને મિલન તેને રોકવા જતા લાલીના હાથમા છરી વડે તેમને જમણા હાથમા મારી દિધેલ જેથી મિલનને અંગુઠા ઉપર અને હથેળી ઉપર ઇજા થઈ હતી અને તેમનો નાનો ભાઇ ધરમભાઇ રોકવા જતા તેને અકનએ ડાબા હાથમા ધોકા વડે મારતા મુંઢ ઇજા થઈ હતી.આ બનાવ બાદ નાની ડાયાબેનને સારવાર માટે સિવિલમાં ખસેડયા હતાં.