ચોટીલાના જાનીવડલા ગામની સીમમાંથી ગાંજાના વાવેતર વાળુ ખેતર મળી આવ્યુ!
36 કિલોના ગાંજાના છોડ પોલીસે કબજે કર્યો, અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક પ્રકારનાં કેફી પદાર્થો વડે નશાખોરી કરનારા પણ વધતા જાય છે જેઓને નસીલા પદાર્થ ની ખાનગીમાં ખેતી પણ થાય છે, જિલ્લા એસઓજી ની ટીમે ચોટીલાનાં જાનીવડલા ગામની સીમમાં બાતમીના આધારે ગાંજા નો ઉભો પાક સાથે એક શખ્સની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલા તાલુકામાં ભૌગોલિક રીતે કેટલાક વિસ્તારોમાં નશાકારક ગાંજા ની ખેતી અન્ય ખેતી પાક ની આડમાં કરવામાં આવતી હોય છે અગાઉ પણ અનેક સીમ વિસ્તારમાંથી ગાંજા ની ખેતી ઝડપાયેલ છે.
જેથી જિલ્લા ની બ્રાન્ચો સતત ખાનગી રાહે સતત વોચ રાખેલએસ ઓ જી ના પીઆઇ બી. એચ. સિંગરખીયા ને ખાનગી રાહે બાતમી મળેલ જાનીવડલા ગામનાં સીમ વિસ્તારમાં ખીમાભાઇ સામતભાઈ રબારીનું વર્ષો થી ભાગીયુ વાવતા રાજપરા ગામના રોજાસરા ગોવિંદભાઈ કુકાભાઇ એ ખેતરમાં કપાસ તુવેરનાં ઉભા પાકની આડાશમાં વચ્ચે વચ્ચે ગાંજાનું વાવેતર કરેલ છે.
હકિકતનાં આધારે સ્ટાફ સાથે દરોડો પાડી ખેતરમાં તલાસી લેતા ખેતરની બંન્ને તરફ નાના મોટા 30 જેટલા લીલા ગાંજાનાં છોડ મળી આવતા ધોરણસરની કામગીરી હાથ ધરેલ હતી કલાકો ની જહેમત બાદ આશરે 36. 300 કિ . ગ્રા લીલા ગાંજાનાં રૂૂ. 3.63 લાખ નો મુદ્દામાલ ઝડપી પાડી આરોપીને અટક કરેલ હતી.
ઝડપાયેલ આરોપીની વધુ પુછતાછ કરતા આ છોડ નું બિયારણ અજાણ્યા સાધુ મારાજ પાસે થી લીધુ હોવાની વિગત જાણવા મળે છે ચોટીલા પોલીસમાં નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરાવી તપાસ નાની મોલડીનાં પીઆઇ એન. એસ. પરમાર ને સોંપવામાં આવેલ છે.