મેટોડામાં કંપનીની બહાર બાંધેલી વાછરડી સાથે મજૂરે કરેલી વિકૃત હરકત
રાજકોટના મેટોડા વિસ્તારમાં વિકૃતતાની હદ વટાવતો કિસ્સો સામે આવ્યો છે.મેટોડામાં આવેલ સાગર પોલિટેક્નિક નામના કારખાનામાં મજૂરી કામ કરતાં બિહારી શખ્સે પોતાની હવસ બુજાવવા વાછરડી સાથે દુષ્કૃત્ય કર્યું હતું.સીસીટીવી ફૂટેજ ચેક કરતાં ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પોલીસે બિહારી શખ્સને પકડી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
વધુ વિગતો મુજબ,રાજકોટમાં કાલાવડ રોડ પર એસ.એન.કે. સ્કૂલની પાછળ રહેતાં પ્રતિકભાઈ વડુકર નામના કરાખનેદારે નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કારાકુમાર ધુરી ચૌહાણ નામના શખ્સનું નામ આપતાં મેટોડા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ફરિયાદી મેટોડા જીઆઇડીસી ગેટ નં.1 માં આવેલ પ્લોટ નં.2819 માં સાગર પોલિટેક્નિક નામનું કારખાનું ચલાવે છે. જેમાં બિહારનો કારો પણ મજૂરીકામ કરે છે. કારખાનેદાર ગઈ તા.08 ના પોતાના કારખાને હતાં ત્યારે સીસીટીવી ચેક કરી રહ્યાં હતા.તે વખતે તેમની નીચેથી જમીન સરકી ગઈ હોય તેવું ચિત્ર સામે આવ્યું હતું. પોતાના કારખાનામાં આવેલ મેદાનમાં બાંધેલ એક વાછરડી સાથે પોતાને ત્યાં જ કામ કરતો આરોપી કારો સૃષ્ટિ વિરૂૂદ્ધનું કૃત્ય કરતો નજરે પડતાં તેઓ ચોંકી ગયાં હતાં.
ફરિયાદી સીસીટીવી ફૂટેજ લઈ તુરંત પોલીસ મથકે દોડી આવ્યાં હતાં અને તે દ્રશ્ય જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી. જે બનાવ હિન્દૂ સમાજની ધાર્મિક લાગણી દુભાઈ તેવું હોય જેથી તુરંત ફરીયાદ દાખલ કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.