જામજોધપુરમાં ધોળે દહાડે ભદ્ર સમાજની મહિલા દ્વારા ઘરમાં ઘુસી ચેઈનની ચિલઝડપ
જામ જોધપુર શહેરના હાર્દસમા ગાંધી ચોક ના પાછલા વિસ્તારમાં આવેલ એક શ્રીમંત પરિવાર ના મકાનમાં ધોળે દિવસે વૃધ્ધા એકલાજ ઘરમાં હોય અને ઘરનું કામકાજ કરતા હોય શહેરની ભદ્ર સમાજની મહિલાએ ઉપરોક્ત મહિલા વૃધ્ધાના ઘરમાં પ્રવેશી અને જુના ઓળખીતા છીએ એમ કહી ઘરમાં બેસ છે,
દરમિયાન આ મહિલા વૃધ્ધા દવારા ઓળખીતા હશે, એમ માની પીવાનું પાણી આપુ એમ પુછી આ ભદ્ર સમાજની મહિલાને પાણી આપવા રસોડામાં લેવા જાય છે, ત્યારે આ મહિલા રસોડા માં પાછળ જઈ વૃદ્ધા મહિલા ના ગળા નાચેઈન ની લુંટ કરે છે, અને દોડી બહાર નીકળી બારણુ બંધ કરી દે છે. ત્યારબાદ આ મહિલા વૃદ્ધા રાડારાડ કરી બારણું ખોલી રસ્તા ઉપર આવે છે, અને ભદ્ર સમાજ ની મહિલા રાડારાડીને કારણે પકડાઈ જાય છે. ત્યારે આ ધોળે દિવસે લુંટની ઘટના આ શ્રીમંત મહિલા વૃધ્ધા નાઘરમાં રાખેલાં સી.સી ટી .વી કેમેરા માં કેદ થઈ ગઇ છે. ઉપરોક્ત સીસીટીવી કેમેરા ની ક્લિપ શહેરભરમાં વાયરલ થઇ છે. જો કે આ બનાવના બે દિવસ થયા છે, પરંતુ હજુ સુધી પોલીસ ફરીયાદ થઈ નથી, જોકે યેનકેન પ્રકારે ફરીયાદ થાય કે ન થાય પણ પોલીસ દ્વારા સી. સી. ટી.વી. કેમેરા ના કુટેજ નેઆધારે તપાસ કરવી જોઈએ. જો પોલીસ ઉંડી તપાસ કરે તો ભુતકાળમાં પણ આવા બનેલ બનાવો પરથી પડદો ઉંચકાઈ શકે તેમ છે.