કેવલમ આવાસ કવાર્ટરમાં ઘર પાસે સાફ સફાઇ કરતી મહિલાને પાડોશીએ માર માર્યો
શહેરમા યુનિવર્સીટી રોડ પર આવેલા કેવલમ આવાસ યોજનાનાં કવાર્ટરમા દિવાળીની સાફ સફાઇ કરતી મહીલા સાથે પાડોશી શખ્સે ઝઘડો કરી માર માર્યો હતો . પરણીતાને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામા આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ યુનિવર્સીટી રોડ પર આવેલા કેવલમ આવાસ યોજનાનાં કવાર્ટરમા રહેતી રેખાબેન ચેતનભાઇ વૈઠા નામની 34 વર્ષની પરણીતા પોતાનાં ઘર પાસે દિવાળીની સાફ સફાઇ કરતી હતી. તે પડોશમા રહેતા મેહુલ નામનાં શખ્સને નહી ગમતા ઢીકા પાટુનો માર માર્યો હતો.
પરણીતાને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામા આવી હતી. આ ઉપરાંત બીજા બનાવમા મોરબી રોડ પર જકાત નાકા પાસે રહેતા વનરાજ વિજયભાઇ ધોળકીયા નામનો 18 વર્ષનો યુવાન પોતાનુ બાઇક લઇ રામવન પાસેથી પસાર થઇ રહયો હતો ત્યારે અજાણ્યા બાઇક સવાર શખ્સોએ અકસ્માત સર્જી ઢીકા પાટુનો માર માર્યો હતો . હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.