રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટ પાસેથી 1434 બોટલ દારૂ-બીયર ભરેલો ટ્રક પકડાયો

11:41 AM Aug 07, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટ અમદાવાદ હાઈવે પર કુવાડવા પાસે ક્રિષ્ના વોટર પાર્ક નજીક ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી રૂા.3.58 લાખની કિંમતના દારૂ બીયરના જથ્થા ભરેલા ટ્રક સાથે નામચીન બુટલેગરના સાગ્રીત સહિત બે શખ્સોની ધરપકડ કરી રૂા.10.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ દારૂનો જથ્થો નામચીન બુટલેગરે મંગાવ્યો હોવાનું ખુલ્યું હતું.

રાજકોટ-અમદાવાદ હાઈવે પર ક્રિષ્ના વોટર પાર્ક નજીક ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ એ.એન.પરમાર અને તેમની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. જેમાં દારૂ ભરેલો ટ્રક રાજકોટ તરફ આવવાનો હોય જે બાતમીના આધારે ચેકીંગ કરવામાં આવ્યું હતું તે દરમિયાન ટ્રક નં.જી.જે.11 ડબલ્યુ 4401ને અટકાવતાં આ ટ્રકમાંથી દારૂ બીયરનો જથ્થો મળી આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમે ટ્રકમાંથી 561 નાના ચપલા તેમજ 533 મોટી દારૂની બોટલ તેમજ 340 બીયરના ટીન મળી રૂા.3.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

દારૂનો જથ્થો લાવનાર રાજકોટના રેલનગર આવાસ યોજનામાં રહેતા મુળ કુતિયાણાના લાલચંદ ઉર્ફે લાલો ગગનદાસ અડવાણી અને નામચીન બુટલેગરનો સાગ્રીત જામનગર રોડ પર પરસાણાનગર 9માં રિના એપાર્ટમેન્ટ પાસે રહેતો સોયબ અહેમદ મોટાણીને ઝડપી લેવામાં આવ્યો હતો. આ દારૂનો જથ્થો બજરંગવાડીના નામચીન બુટલેગર યાકુબ મુસા મોટાણીએ મંગાવ્યો હોવાનું ખુલ્યું હતું. ક્રાઈમ બ્રાંચે ટ્રક અને દારૂ બીયરના જથ્થા સહિત રૂા.10.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ક્રાઈમ બ્રાંચના ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ તથા એસીપી ભરત બી.બસીયાની સુચનાથી ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એન.પરમાર અને તેની ટીમે આ અંગે કામગીરી કરી હતી.

Tags :
crimegujaratgujarat newsliquorrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement