For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટાઉનહોલ નજીક ટ્રાવેલ એજન્ટ પર પૈસાની ઉઘરાણી બાબતે કર્યો હુમલો

12:03 PM Feb 03, 2025 IST | Bhumika
ટાઉનહોલ નજીક ટ્રાવેલ એજન્ટ પર પૈસાની ઉઘરાણી બાબતે કર્યો હુમલો

ત્રણ શખ્સો સામે પોલીસમાં ફરિયાદ

Advertisement

જામનગરમાં સ્વામિનારાયણ નગર વિસ્તારમાં રહેતા અને ટાઉનહોલ વિસ્તારમાં પ્રયોશા ટ્રાવેલ્સ નામની ટ્રાવેલ્સ એજન્સી ચલાવતા ધવલભાઈ પ્રભુલાલભાઈ મકવાણાએ પોતાના ઉપર તેમજ પોતાના મોટાભાઈ ઉપર હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે મિલનભાઈ મારડીયા તેમજ જય મારડિયા અને વિકી મારડિયા સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને આરોપી મિલનભાઈ ને જામનગર થી અમદાવાદની રેલવેની 10 ટિકિટના પૈસાની લેતી દેતીના મામલે તકરાર થઈ હતી. જેઓએ ટેલીફોન કરીને પૈસાની માંગણી કરતાં ત્રણેય આરોપીઓ ફોન કાપીને ઓફિસે ધસી આવ્યા હતા, અને આ હુમલો કરી દીધા નું પોલીસમાં જાહેર થયું છે.જ્યારે સામા પક્ષે મિલનભાઈ મારડિયાએ પોતાના ઉપર હુમલો કરવા અંગે ધવલભાઇ મકવાણા સામે વળતી ફરિયાદ નોંધાવી છે. જે મામલે સીટી બી. ડિવિઝનના પી.એસ.આઇ. એમ.વી. મોઢવાડિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement