For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરના વેપારીને ગન મેટલનો જથ્થો નહીં મોકલી રૂપિયા 12.71 લાખની ઠગાઇ

12:26 PM Aug 08, 2024 IST | Bhumika
ભાવનગરના વેપારીને ગન મેટલનો જથ્થો નહીં મોકલી રૂપિયા 12 71 લાખની ઠગાઇ
Advertisement

જીએસટી નંબર સસ્પેન્ડ થયો હોવાના બહાના બતાવ્યા: ગુનો નોંધાયો

બેંગલોરમાં આવેલી કંપનીમાં ગન મેટલનો જથ્થો સપ્લાઇ ન કરી ભાવનગરના વેપારીએ રૂા.12,71,973ની છેતરપિંડી કરતા બોરતળાવ પોલીસે આ બનાવ અંગે મે.યુનિમેટ એલોયસ અને તેના સંચાલક વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

બેંગલોર ખાતે પ્રોડક્ટીવ યુલ્સ એન્જિનિયર્સના નામથી કંપની ધરાવતા શ્યામસુંદર રાજુક્રિષ્નાપ્પા ચક્રગીરીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અશદભાઇ અશફાક કાલવા અને મે.યુનિમેટ એલોયસ (કુંભારવાડા)ના નામ જણાવ્યા છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીની કંપનીમાં તાંબા પિત્તળના પાર્ટસ અને ડાઇ બનાવવામાં આવે છે અને તેમાં ગન મેટલની જરીર પડતી હોવાના કારણે ભાવનગરમાં આવેલી કંપની મે.યુનિમેટમાંથી ગન મેટલનો જથ્થો મંગાવવામાં આવતો હતો.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વર્ષ 2023 સુધી ભાવનગરની કંપની દ્વારા વ્યવસ્થિત રીતે જથ્થો સપ્લાઇ કરવામાં આવતો હતો.દરમિયાનમાં નવેમ્બર 2023માં ફરિયાદીએ આરોપી સાથે ફોન પર વાત કરી ગન મેટલનો જથ્થો મોકલવાનું જણાવતાં આરોપીએ પૈસા ટ્રાન્સફર કરવાનું જણાવ્યું હતું એટલે ફરિયાદીએ રૂા.5 લાખ તેમજ ત્યાર બાદ રૂા.3,71,973 ઓન લાઇન બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા.

જો કે, ત્યાર બદ ભાવનગરથી ગન મેટલનો જથ્થો ન આવતાં ફરિયાદીએ આરોપીને ફોન કરતા તેણે જીેસટી નંબર સસ્પેન્ડ થયો હોવાનું જણાવી સમયની માંગણી કરી હતી. જો કે, ત્યાર બાદ પણ મુદ્દામાલ મોકલવામાં આવ્યો ન હતો અને આરોપી માત્ર વોટસએપ કોલ પર જ વાત કરી બહાના બતાવતા હતા. દરમિયાનમાં વર્ષ 2024માં આરોપીએ ફોન કરી ફરિયાદીને મોટો જથ્થો આવ્યો છે પૈસા રોકડા આપવા પડશે તેમ કહ્યું હતું.

ફરિયાદીને જથ્થાની જરૂરીયાત હોવાના કારણે તેણે રૂા.4 લાખ આપ્યાં હતા જો કે, ત્યાર બાદ પણ ભાવનગરના વેપારીએ ગન મેટલનો જથ્થો સપ્લાય કર્યો ન હતો. આરોપી માત્ર વોટ્સએપ કોલ પર વાત કરી બહાના કાઢતા હોય પોલીસમાં ફરિયાદ આપવામાં આવતાં બોરતળાવ પોલીસે આ બનાવ અંગે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement