દ્વારકામાંથી ત્રણ-ચાર માસની બાળકી બિનવારસી હાલતમાં મળી
પાપ છુપાવવા ત્યજી દેવાઇ હોવાનું અનુમાન
દ્વારકા શહેરની મધ્યમાં એક અવાવરૂૂ જગ્યામાંથી ગત સાંજે આશરે ત્રણ-ચાર માસની બાળકી બિનવારસુ હાલતમાં મળી આવી હતી. જેની જાણ પોલીસે થતા તેનો કબજો મેળવી, જરૂૂરી કાર્યવાહી કરી હતી.મળતી વિગત મુજબ દ્વારકામાં હાથી ગેઈટથી ખોડીયાર ચેકપોસ્ટ વચ્ચેની અવાવરૂૂ જગ્યામાં એક બાળક પડ્યું હોવા અંગેની જાણ એસઆરડીના જવાન દેવાભાઈ વાઘેલા દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.
આથી પોલીસ ઘટનાસ્થળે દોડી જઈને બાળકીનો કબજો મેળવ્યો હતો અને તેને પ્રથમ દ્વારકા સરકારી હોસ્પીટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગર હોસ્પિટલમાં ખસેડી હતી. આ બાળકી આશરે 3થી 4 માસની છે.
જેને તેણીના માતા-પિતા અથવા કોઈ સંભાળ રાખનાર વ્યક્તિ દ્વારા કોઈપણ કારણોસર અવાવરૂૂ એવી બાવળની ઝાળીમાં ત્યજી દેવા અંગેનો ગુનો દ્વારકા પોલીસ મથકમાં નોંધાયો છે અને આ ઘટના અંગે વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.