મીરામ્બિકા કોલેજમાં અભ્યાસ કરતા છાત્રને રોંગ સાઇડમાં ધસી આવેલા કારચાલકની ધમકી
તારા બાપનો રોડ નથી કહી વિદ્યાર્થીને કારચાલકે ફડાકા ઝીંકી દીધા
તારા બાપનો રોડ નથી કહી વિદ્યાર્થીને કારના ચાલકે ફડાકા ઝીંકી દીધાનો બનાવ સામે આવ્યો છે. રોંગ સાઈડમાં ધસી આવેલો સ્વીફ્ટ કારના ચાલક મોહસીન હિંગોરાએ ખૂનની ધમકી આપતાં વિદ્યાર્થીએ ઉપલેટા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.વધુ વિગતો મુજબ,ઉપલેટાના યોગી પાર્ક પોલીસ લાઈન સામે રહેતા અને રાજકોટની મીરામ્બિકા કોલેજમાં અભ્યાસ કરતા 22 વર્ષીય વિદ્યાર્થી પૃથ્વીરાજભાઈ ભુપતભાઈ માકડે ઉપલેટા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોહસીન દિલાવર હિંગોરાનું નામ આપતાં જણાવ્યું હતું કે, ગઈકાલે તેમને બેન્કનુ કામ હોય જેથી બાઈક લઈ ઘરેથી ઉપલેટા નવાપરા ચોક ખાતે આવેલ આર.ડી.સી. બેન્ક ખાતે જતો હતો.
તે સરકારી હોસ્પીટલવાળા રોડ પર પારસ લેધર નામની દુકાન પાસે પહોંચતા સામેથી એક બ્લુ કલરની સ્વીફ્ટ કાર તેમની સામે આવતી હતી. કાર ચાલક તેમની સામે જોતો જોતો ત્યાથી નીકળી ગયેલ હતો.દરમિયાન યુવાને પાછળ ફરી જોતા તે શખ્સે તેની કાર સાઇડમા ઉભી રાખેલ અને તેમને ઉભા રહેવાનો ઈશારો કરેલ હતો જેથી યુવાને પોતાનું વાહન સાઈડમાં ઉભુ રાખી દીધેલ હતું. બાદમાં કાર ચાલક તેમની પાસે આવી ગાળો આપવા લાગેલ અને કહેવા લાગેલ કે, તારા બાપનો રોડ છે. જેથી તેને કહેલ કે, વાક તમારો છે, તમે રોંગ સાઇડમા આવતા હતા. જેથી તે ઉશ્કેરાય ગયેલ અને કહેવા લાગેલ કે, તુ કોન, મને વાંક બતાવવાવાળો કહી ગાળો આપવા લાગેલ અને ફડાકા ઝીંકી દીધેલ હતા.
દરમિયાન આજુબાજુમાથી લોકો ભેગા થઇ ગયેલ અને યુવાનને વધુ મારમાથી છોડાવેલ હતો. આજે તો આ બધાએ તને બચાવી લીધો, હવે ક્યારેય ભેગો થયો તો જાનથી મારી નાખીશ, મારૂૂ નામ મોહશીન દિલાવરભાઈ હીંગોરા છે, તારે જે કરવું હોય તે કરજે, હુ કોઇથી ડરતો નથી કહી ધમકી આપી નાસી છૂટ્યો હતો.આ બનાવ અંગે વિદ્યાર્થીએ ફરિયાદ આપતાં ઉપલેટા પોલીસે મોહસીન હિંગોરા વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.