ઉપલેટામાં દીકરીના ક્ધયાદાન માટે રાખેલી 30 હજારની ચાંદીની મૂર્તિની ચોરી
ઉપલેટામા બંધ મકાનમા ત્રાટકેલા તસ્કરોએ દિકરીના ક્ધયા દાન માટે રાખેલી રૂ. 30 હજારની ચાંદીની મુર્તી ચોરી જતા આ મામલે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. પોલીસે સીસીટીવીનાં આધારે તસ્કરોનુ પગેરુ દબાવવા વધુ તપાસ હાથ ધરી છે.
ઉપલેટાનાં વેર્સ્ટન પાર્ક વેસ્ટ ગોલ્ડ એપાર્ટમેન્ટ બ્લોક નં 606 મા રહેતા અને ખેતીકામ કરતા હેમેનભાઇ અંબાવીભાઇ બરોચીયાએ નોંધાવેલી ફરીયાદમા જણાવ્યા મુજબ તેઓ પરીવાર સાથે ઉપલેટામા રહેતા હોય તેઓ પોતાનુ ઘર બંધ કરીને મિત્ર સુનીલભાઇ સુવા સાથે માસીનાં પુત્ર નિલેશનાં ઘરે ગયા હોય ત્યારે રાત્રીનાં સમયે તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતુ. હેમેનભાઇનાં મકાનનુ તાળુ તોડી ઘરમા પ્રવેસી અને ઉ5રનાં રૂમનો દરવાજો ખોલીને દિવાલમા બનાવેલ લોખંડનાં કબાટમાથી દિકરીનાં ક્ધયાદાન માટે રાખેલ રૂ. 30 હજારની કિંમતની મુર્તી તસ્કરો ચોરી ગયા હતા આ મામલે પોલીસે સીસીટીવી ફુટેજનાં આધારે તસ્કરનુ પગેરુ દબાવવા વધુ તપાસ શરૂ કરી છે.