કોર્ટમાં ફાયરિંગના આરોપી અને મહિલા પીએસઆઈ વચ્ચે માથાકૂટ
આરોપીના સગાને મળવા અને જમવા બાબતે ઉગ્ર બોલાચાલી થતા કોર્ટમાં ઉગ્ર બોલાચાલી: એક પીઆઇ અને ક્રાઇમ બ્રાંચના કોન્સ્ટેબલે મામલો થાળે પાડયો
રાજકોટના જામગનર રોડ ઉપર આવેલ નવી કોર્ટ બિલ્ડિગના કોર્ટ રૂૂમ બહાર મહિલા પીએસઆઈ અને મુદતે હાજર થવા આવેલ આરોપી વચ્ચે માથાકૂટ થતા વાતાવરણ તંગ બની ગયું હતું અને આ મામલે મહિલા પીએસઆઈએ પોલીસ કંટ્રોલ રૂૂમમાં નોંધ કરાવવા સુધીની તૈયારી કરી હતી જોકે ત્યાં હાજર એક પી.આઈ અને ક્રાઈમ બ્રાંચના સ્ટાફે મામલો થાળે પાડ્યો હતો. કોર્ટ રૂૂમ બહાર આરોપીના સગા ને મળવા અને જમવા બાબતે મહિલા પીએસઆઈ અને આરોપી વચ્ચે માથાકૂટ થતા કોર્ટ રૂૂમ બહાર લોકોના ટોળા ભેગા થયા હતા.
મળતી વિગતો મુજબ રાજકોટના જામનગર રોડ ઉપર આવેલ નવી કોર્ટ ખાતે ફાયરીંગ અને હત્યાના પ્રયાસના આરોપીને કોર્ટ મુદતે લઇ એક મહિલા પીએસઆઈ કોર્ટના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલ નીચલી અદાલતમાં લઈને આવ્યા હતા. કોર્ટમાં આરોપીની મુદત હોય જેને હાજર રાખવાનો હોય અને નંબર આવવામાં હજુ સમય હતો ત્યારે આરોપીના સગા અને તેના મિત્રો આરોપીને મળવા કોર્ટ રૂૂમ બહાર ટોળે વળ્યા હતા. કોર્ટ કાર્યવાહીમાં લાંબો સમય પસાર થતા આરોપીએ પાણી પીવા અને જમવા જવા બાબતે મહિલા પીએસઆઈ સાથે બોલાચાલી થઇ હતી અને મામલો ઉગ્ર બન્યો હતો આરોપી પોલીસ જાપ્તા માંથી દોડી ન્યાયાધીશ સમક્ષ પીએસઆઈની ફરિયાદ કરવા કોર્ટ રૂૂમના દરવાજા સુધી પહોચી ગયો હતો જોકે ત્યાર હાજર એક પી.આઈ અને કોર્ટના કામ માટે આવેલ ક્રાઈમ બ્રાંચના કોન્સ્ટેબલે મામલો થાળે પાડી આરોપીને તેની ભાષામાં ચેતવણી આપી સમજાવ્યો હતો. આ ઘટના સમયે કોર્ટ રૂૂમ બહાર વકીલો અને અસીલો સહિતના ટોળા તમાશો જોવા એકઠા થઇ ગયા હતા.