કટારિયા કારના શોરૂમનો સેલ્સમેન ગ્રાહકની 3.47 લાખની રોકડ ચાંઉ કરી જતાં નોંધાતો ગુનો
કાર ખરીદી માટે ત્રણ ગ્રાહકે એડવાન્સ આપેલા પૈસા સેલ્સમેને વાપરી નાખ્યા, છેતરપિંડીની ફરિયાદ
રાજકોટના કાલાવડ રોડ પર આવેલા કટારીયા શોરૂૂમમાં કાર ખરીદવા માટે ગ્રાહકના એડવાન્સ આવેલા નાણા રૂૂપિયા 3.87 લાખ સેલ્સમેન ઓળવી જતા પોલીસ મથકમાં વિશ્વાસઘાતની રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
વધુ વિગતો અનુસાર,વાવડી ગામમાં રહેતા અનવર ભાઈ ફારૂૂકભાઈ મીનીવાડીયા નામના યુવાને મોરબી રોડ પર અતિથિ દેવો ભવ હોટેલ ની સામે સોસાયટીમાં રહેતા અને કાલાવડ રોડ પર કટારીયા શોરૂૂમ માં સેલ્સમેનની નોકરી કરતા જય અશોકભાઈ ડોડીયા વિરુદ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.અનવરભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ કટારીયા ઓટોમોબાઇલ ના શોરૂૂમમાં જનરલ મેનેજર તરીકે આઠ વર્ષથી નોકરી કરે છે.ત્યાં જય ડોડીયા નામનો યુવાન પણ સેલ્સ ટીમના લીડર તરીકે નોકરી કરતો હતો.
થોડા દિવસ પહેલા જાણવા મળ્યું કે,જયે કટારીયા શોરૂૂમ માં કારની ખરીદી માટે આવેલા ત્રણ ગ્રાહકો પૈકી દર્શનભાઈ દિલીપભાઈ જોગડીયા પાસેથી 1.92 લાખ રોકડા,રાહુલભાઈ ભેસાણીયા પાસેથી રૂૂપિયા 1.99 લાખ રોકડા લીધા હતા જેમાંથી 50 હજારની પાવતી તેમને આપી દીધી હતી.ત્યારબાદ ચેતનભાઈ વોરા પાસેથી 51 હજાર રોકડા લીધા હતા તેની સામે તેમને પાંચ હજારની પાવતી આપી હતી.આમાં ત્રણેય ગ્રાહકો પાસેથી રૂૂ.4.42 લાખ લીધા હતા.જેમાંથી 55 હજારની પાવતી ગ્રાહકોને આપતી હતી અને બાકીના નીકળતા 3.87 લાખ જયભાઈએ અંગત ઉપયોગમાં લઇ અને વાપરી નાખ્યા હતા જે આજ દિન સુધી ન ભરતા અંતે રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ ચૌહાણ અને સ્ટાફે તપાસ શરૂૂ કરી છે.