તારે રિક્ષા ચલાવવી હોય તો 500 નો હપ્તો આપવો પડશે તેમ કહી ચાલક ઉપર હરીફ ધંધાર્થીનો હુમલો
પડધરીમાં બનેલો બનાવ; રિક્ષાચાલકને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયો
પડધરીમાં રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા યુવક ને હરિર ધંધાર્થીએ તારે રીક્ષા ચલાવવી હોય તો રૂૂ.500 નો હપ્તો દેવો પડશે તો જ તારી રીક્ષા ચાલશે તેમ કહી ધોકા પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પડધરીમાં મોવિયા ધાર વિસ્તારમાં રહેતા સમીર ઇકબાલભાઈ જુણેજા નામનો 22 વર્ષનો યુવાન બપોરના બારેક વાગ્યાના અરસામાં પોતાના ઘર બહાર બેઠો હતો ત્યારે કમલેશ ભરવાડ સહિતના પાંચ શખ્સોએ ધોકા પાઇપ વડે માર માર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરતા પડધરી પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં સમીર જુણેજા રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે જ્યારે હુમલાખોર કમલેશ ભરવાડ પણ રીક્ષા ચાલક છે કમલેશ ભરવાડ સહિતના શખ્સોએ સમીર જુણેજાને તારે રીક્ષા ચલાવવી હોય તો રૂૂપિયા 500 નો હપ્તો દેવો પડશે તો જ તારી રીક્ષા ચાલશે તેમ કહી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પડધરી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.