બેફામ કારચાલકે મહિલાને 3 વખત ઉલાળી: હત્યાનો પ્રયાસ?
મવડી વિસ્તારમાં 40 ફૂટ રોડની ઘટના : મહિલાનો હાથ ભાંગી ગયો, મારી નાખવાના ઈરાદે ચડાવી દીધાનો આક્ષેપ
રાજ્યભરમાં બેફામ સ્પીડે વાહનો ચલાવી નિર્દોષ લોકોના જીવ ગુમાવ્યાની ઘટના અવાર નવાર સામે આવતી રહે છે. હાલમાં આવા શખ્સો અને ગુંડા તત્વો સામે આકરી કાર્યવાહી કરવાના જીલ્લા પોલીસ વડાના આદેશથી રાજ્યભરની પોલીસ એક્શન મોડમાં ાવી છે ત્યારે આ વચ્ચે રાજકોટમાં બેફામ સ્પીડે કાર ચલાવી મહિલાને ત્રણ વખત ઉલાળી દેવાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ઈજાગ્રસ્ત મહિલાનો હાથ ભાંગી ગયો હતો. જ્યારે મહિલાએ જાણીજોઈને મારી નાખવાના ઈરાદે કાર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યાનો આક્ષેપ કર્યો છે.
જાણવા મળતી વિગત મુજબ મવડી વિસ્તારમાં આવેલી શ્રીહરી સોસાયટીમાં રહેતા અને ઓમ શાંતિ સંસ્થા સાથે જોડાયેલા કુંદનબેન નામના મહિલા ગત તા. ના રોજ સાંજે ઓમ શાંતિના કાર્યક્રમમાંથી ચાલીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે 40 ફૂટ રોડ પર પહોંચતા પુરપાટ ઝડપે આવેલી નંબર પ્લેટ વગરની સફેદ કલરની કારના ચાલકે પાછળથી ઠોકર મારી હતી જેથી તેઓને ઈજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ અકસ્માતમાં મહિલાનો હાથ ભાંગી યો હતો જો કે, અકસ્માત અંગે પોલીસમાં જાણ કરવામાં આવી નથી. સમગ્ર ટનાના સીસીટીવી ફૂટેજ વાયરલથયા હતાં ઈજાગ્રસ્ત મહિલાએ નંબર પ્લેટ વગરની કારમાં આવેલા અજાણ્યા શખ્સે જાણી જોઈને મારી નાખવાના ઈરાદે તેમને કારથી ત્રણ ઠોકર મારી હત્યાનો પ્રયાસ કર્યાનો આક્ષેપ કર્યો છે. આ અંગે તેઓ દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવશે. તેમ જણાવ્યું હતું.