For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

‘પોલીસ’ લખેલી નેમપ્લેટ કારમાં રાખી રોફ જમાવતો રાજકોટનો શખ્સ ચોટીલામાં ઝડપાયો

01:20 PM Dec 23, 2024 IST | Bhumika
‘પોલીસ’ લખેલી નેમપ્લેટ કારમાં રાખી રોફ જમાવતો રાજકોટનો શખ્સ ચોટીલામાં ઝડપાયો

રેલનગરના શખ્સે પોલીસ પ્લેટનો ખોટી રીતે ઉપયોગ કરતા ચોટીલા પોલીસે ગુનો નોંધ્યો

Advertisement

નાની મોલડી પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફ પીઆઈ એન.એસ.પરમાર સાથે હેડ કોન્સ્ટેબલ બટુકભાઈ વાઘેલા, દિલીપભાઈ માજરીયા, ભરતસિંહ પરમાર વગેરે વાહન ચેકિંગ કામગીરી કરતા હતા.
આ સમયે રાજકોટ તરફથી કાર પસાર થતાં તેમાં ડેશ બોર્ડ પર પોલીસ લખેલી પ્લેટ જો

તા તેને અટકાવી કારચાલક પૂછપરછ કરાઇ હતી. ત્યારે આ શખસ રાજકોટના રેલનગર રહેતા કેતનભાઇ કિશોરભાઈ અગ્રાવત હોવાનું જણાવ્યું હતું. પોલીસ લખેલી પ્લેટ રાખવા બાબતે માહિતી ન હોવાનું જણાવતા ખોટી રીતે પોલીસ પ્લેટનો ઉપયોગ કરવા બદલ બીએનએસ હેઠળ અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ હતી.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ કારમાં આગળ પોલીસ, ભાજપનાં કાર્યકર હોય તો કમળનું સિમ્બોલ રાખી શખસે રૌફ જમાવતા હોય છે ત્યારે પોલીસે આવા લોકોની ખરાઇ કરી કડક કાર્યવાહી જરૂરી બની છે. રાજકોટમાં શુક્રવારે રાતે ગ્રીનલેન્ડ ચોકડીથી મોરબી રોડ તરફ જતા રસ્તે ‘ભાજપ મંત્રી’ લખેલી નેમ પ્લેટ લગાવી એક શખ્સ કાર લઇ નીકળ્યો હતો ત્યારબાદ તેની સઘન પુછપરછ કરતા પોતે ભાજપમાં નહી હોવાનું અને ઇમીટેશનનો ધંધાર્થી હોવાનું ખુલ્યુ હતું. પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement