For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાણવડના રાણપર ગામેથી દારૂનો જથ્થો ઝડપાયો

11:41 AM Jun 04, 2025 IST | Bhumika
ભાણવડના રાણપર ગામેથી દારૂનો જથ્થો ઝડપાયો

ભાણવડ પંથકમાં એલ.સી.બી.ની ટીમ દ્વારા મંગળવારે વહેલી સવારે પેટ્રોલિંગ દરમિયાન દેશી દારૂૂનો તોતિંગ જથ્થો ઝડપાયો હતો. જેમાં પોલીસે દારૂૂ સાથે બોલેરો, બાઇક, સહિત કુલ રૂૂપિયા 7.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ પ્રકરણમાં બે આરોપીઓ ફરાર થઈ ગયા છે. આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા સ્થાનિક ગુના શોધક શાખાના પી.આઈ. કે.કે. ગોહિલના વડપણ હેઠળ એલ.સી.બી.ની ટીમ દ્વારા પેટ્રોલિંગ અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી.

Advertisement

જે દરમિયાન ગઈકાલે મંગળવારે વહેલી સવારે એલ.સી.બી.ના પી.આઈ. એ.એલ. બારસીયા, પી.એસ.આઈ બી.એમ. દેવમુરારી અને વી.એન. સિંગરખીયાની ટીમ દ્વારા બરડા ડુંગર વિસ્તારમાંથી પસાર થતી વખતે દેશી દારૂૂની થતી હેરફેર પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં પોલીસે રૂૂપિયા 2.50 લાખની કિંમતનો 1250 લિટર દેશી દારૂૂ, રૂૂ. 37,000 ની કિંમતના 37 ડબ્બા ગોળ ઉપરાંત ચાર લાખની કિંમતની બોલેરો અને રૂૂપિયા 30,000 ની કિંમત નું હોન્ડા સાઈન મોટરસાયકલ કબજે કર્યા હતા. આ પ્રકરણમાં પોલીસે કુલ રૂૂપિયા 7,17,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. જો કે દરોડા દરમ્યાન રાણપર ગામના ખીમા બોઘા શામળા અને ટપુ સુકા મોરી નામના બે શખ્સો ફરાર થઈ ગયા હોવાનું જાહેર થયું છે. જે અંગે ભાણવડ પોલીસ મથકમાં ધોરણસર ગુનો નોંધાયો છે. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે ગોહિલના વડપણ આકાશ બારસીયા, પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, વી.એન. સિંગરખિયા, સ્ટાફના અરજણભાઈ ચંદ્રવાડીયા, ખીમાભાઈ કરમુર, પરેશભાઈ સાંજવા, ગોવિંદભાઈ કરમુર અને મનહરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement