જામનગરમાં રહેણાંક મકાનમાંથી દારૂ, બિયરનો જથ્થો ઝડપાયો
જામનગર શહેરમાં ગઈકાલે પોલીસે એક રહેણાક મકાનમાંથી ઇંગ્લિશ દારૂૂ અને બિયરનો જથ્થો પકડ્યો છે, ઉપરાંત એક સ્કૂટરમાં પણ ઇંગલિશ દારૂૂની હેરાફેરી પકડી પાડી છે.
જામનગરમાં મહાકાળી સર્કલ પાસે રહેતા નવઘણભાઈ ખીમાભાઈ નરા નામના શખ્સ દ્વારા પોતાના મકાનમાં ઇંગ્લિશ દારૂૂનો જથ્થો ઉતાર્યો છે, તેવી ચોક્કસ બાતમી ના આધારે ગઈકાલે પોલીસે દરોડો પાડયો હતો. જે દરમિયાન મકાનમાંથી ચાર નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલી, અને 14 નંગ બિયરના ટીમ મળી આવ્યા હતા. આથી પોલીસે ઇંગ્લિશ દારૂૂ અને બીયરનો જથ્થો કબજે કરી લીધો છે પરંતુ મકાન માલિકભાઈ ભાગી છૂટ્યો હોવાથી તેને ફરારી જાહેર કરી હાથ ધરી છે.
આ ઉપરાંત જામનગરમા દિગ્વિજય શેરી નંબર 56 માંથી એક શખ્સ પોતાના સ્કૂટરમાં ઇંગ્લિશ દારૂૂની હેરાફેરી કરી રહ્યો હતો, જેને પોલીસે પડકારતાં પોતે પોતાનું સ્કૂટર છોડીને ભાગી છૂટ્યો હતો. જે સ્કૂટરમાં 48 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલીના ચપલા મળી આવ્યા હતા. આથી પોલીસે ઇંગલિશ દારૂૂ અને સ્કૂટર કબજે કરી લીધું છે, જયારે સ્કૂટર ચાલક ભાવિક ઉર્ફે સાંબો ભદ્રા ફરારી થઈ ગયો હોવાથી તેની શોધખોળ હાથ ધરી છે.