ભાવનગરના દેપલા ગામેથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો
ભાવનગરની એલસીબી પોલીસે ઇંગ્લીશ દારૂૂની બોટલ નંગ-376 તથા બિયર ટીન-91 મળી કુલ કિ.રૂૂ.48,100/-નાં મુદ્દામાલ સાથે એક શખ્સ ને ઝડપી લીધો છે.
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. એ.આર.વાળા તથા સ્ટાફ જેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, દેપલા ગામના રહેવાસી ક્રિપાલસિહ ભરતસિહ સરવૈયા એ પરપ્રાંતિય ભારતીય બનાટનો વિદેશી દારૂૂનો જથ્થો પોતાના રહેણાંક મકાનમા રાખેલ છે. અને વેચાણ કરે છે. જે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા નીચે મુજબના ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂૂની ફોર સેલ ઇન મધ્યપ્રદેશ ઓન્લી લખેલ કંપની સીલપેક બોટલો તથા બિયર ટીન નો જથ્થો ઝડપાયો હતો.
પોલીસે ક્રિપાલસિહ ભરતસિહ સરવૈયા ઉ.વ 23 ધંધો-ખેતી રહે દેપલા તા.જેસર જી ભાવનગર ને ઝડપી લીધો જ્યારે રાજદિપસિંહ ઉર્ફે મુંજો વરસુભા સરવૈયા રહે.દેપલા તા.જેસર ને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
દરોડા ની આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળા ના માર્ગદર્શન હેઠળ સ્ટાફના જયદાનભાઇ લાંગાવદરા, બીજલભાઇ કરમટીયા, હરિચંદ્દસિંહ દિલુભા, ફાલ્ગુનસિંહ ગોહિલ, શૈલેષભાઇ ચાવડા જોડાયા હતા.