For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબી હાઈવે પર ટેઈલરમાં છૂપાવેલ બિયરનો જથ્થો જપ્ત

10:54 AM May 17, 2025 IST | Bhumika
મોરબી હાઈવે પર ટેઈલરમાં છૂપાવેલ બિયરનો જથ્થો જપ્ત

ટ્રક સહિત રૂા. 30 લાખનો મુદ્દામાલ જપ્ત

Advertisement

મોરબી માળીયા (મિં) નેશનલ હાઇવે ઉપર મરકયુના સીરામીકની સામે રોડ પર થી ટ્રક ટ્રેઇલરમાં માટીની આડમાં છુપાવેલ બિયર ટીન નંગ- 112 કિ.રૂૂ. 12992/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂૂ. 30,17,992/- ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી ક્રાઇમ બ્રાંચ/પેરોલ ફર્લો ટીમે ઝડપી પાડયો છે.

મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ટાફને સંયુક્તમાં ખાનગી બાતમી મળેલ કે, ટ્રક ટ્રેઇલર રજી.નં. RI-21-GD-0930 વાળી રોડ ઉપર ઉભેલ છે. જે ટ્રક ટ્રેઇલરમાં રાજસ્થાનથી આવતી સફેદ માટીની આડમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂૂ/બીયરનો જથ્થો ભરેલ છે તેવી બાતમી મળેલ છે.

Advertisement

તેવી બાતમીના આધારે બાતમીવાળી ટ્રક ટ્રેલર મળી આવતા ચેક કરતા તેમાં ટ્રેઇલરમાં માટીની આડમાં છુપાવેલ બિયર ટીન નંગ- 112 કિ.રૂૂ. 12992/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂૂ. 30,17,992/- ના મુદામાલ સાથે આરોપી રાજેન્દ્ર કાનારામભાઇ બાંગળા (ઉવ-36) ધંધો-ડ્રાઇવીંગ રહે.બીટન તા.મેડતા જી.નાગોર રાજસ્થાનવાળા ને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement