ખુલ્લેઆમ છરી લઈને ઉપલેટાનો બાપ છું કહેનારનું સરઘસ કઢાયું
સીન સપાટા મારનાર વિધર્મીને કાયદાનું ભાન કરાવતો હિન્દુ સમાજ, મોડી રાત સુધી વાતાવરણ તંગ
અસમાજિક તત્વો દ્વારા પોલીસ તંત્રનો કે કાયદાનો ડર ન હોય તેમ ખુલ્લેઆમ હથિયારો સાથે નીકળીએ દાદાગીરી કરતા હોય તેવા સમાચારો આપણે સાંભળી કે જોઈ રહ્યા હોઈએ છીએ ત્યારે ઉપલેટા શહેરના ટ્રાફિક અને રાહદારીઓથી ધમધમતા મુખ્ય રાજમાર્ગ પર વિશાળ બાપુના બાવલા ચોક ખાતે મહાશિવરાત્રીની રાત્રે એક અસામાજિક વિધર્મી શખ્સ દ્વારા રીક્ષા ચાલક તેની પત્ની અને તેના નાનકડા બાળક સાથે નજીવી બાબતે બોલાચારી કરી હતી. જાહેર રસ્તા વચ્ચે રીક્ષા ચાલકનું કોલર પકડી શાહરૂૂખ નોઈડા સંધિ નામના વિધર્મી શખ્સે જાહેર રસ્તા પર મારામારી કરી નીચે પાડી દીધો હતો. રીક્ષા ચાલકને હાથ, પેટના તેમજ શરીરના અન્ય ભાગો પર કુતરાની જેમ બચકા ભરી ઇજાઓ પહોંચાડી હતી. રીક્ષા ચાલકની પત્ની અને નાનો બાળક છોડાવવા માટે પણ પ્રયત્નો કરી રહ્યા હતા ત્યારે એમને પણ ન સાંભળી શકાય તેવી મનફાવે તેમ ગાળો બોલી જાહેરમાં ધમાલ મચાવી હતી. જેનાથી તેને સંતોષ નહીં થતાં તેના બીજા અન્ય વિધર્મી મિત્ર કે જેના પર અનેક ગુનાઓ પોલીસ સ્ટેશનના ચોપડામાં નોંધાયેલા છે તેવા વિધર્મી અસામાજિક તત્વ અબુ ઉર્ફે ડાડુ મિયાણાને ફોન કરી બોલાવેલ.
આ અબુ ઉર્ફે ડાડુ મિયાણો રાત્રે 11:00 વાગે હાથમાં ખુલ્લી છરી સાથે જાહેર ચોકમાં ધસી આવતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી અને લોકોમાં ભયનો માહોલ છવાયો હતો આ અબુ ઉર્ફે ડાડુ મિયાણો આવતા જતા દરેક રાહદારીઓ, મહિલાઓ અને વેપારીઓને ન સાંભળી શકાય તેવી ખરાબ ભુંડી ગાળો બોલી કહેતો હતો કે હું ઉપલેટાનો બાપ છું, હું ઉપલેટા ગામનો બાપ છું જેને બાધવું હોય એ આવી જાય. રાહદારીઓને પકડી પકડીને બોલતો હતો કે તારે બાધવું છે ? બીજાને પૂછે તારે બાધવું છે ? અડધો કલાક સુધી રાત્રિના સમયે મોટી સંખ્યામાં લોકો બાપુના બાવલા ચોક ખાતે બેસવા આવતા હોય છે ત્યારે જાહેર એવા ચોકમાં ધમાલ મચાવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. કોઈ જાગૃત નાગરીકે મારામારીના વિડીયો મોબાઈલમાં કેદ કરી લીધા હતા અને પોલીસને જાણ કરી હતી. જોકે પોલીસ પહોંચે તે પહેલા આરોપીઓ અડધો કલાક સુધી ધમાલ મચાવી હતી અને જતા રહેલા હતા. ત્યારબાદ પોલીસ પહોંચી હતી.
આરોપીઓના ઇતિહાસ ગુનાહિત હોય જેને લઈને ઉપલેટા સમસ્ત હિંદુ સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને આરોપીઓને કડકમાં કડક દાખલા રૂૂપ સજા થાય તેવી માંગ સાથે મેદાનમાં ઉતરી આવ્યા હતા. હિન્દુ સમાજ દ્વારા જણાવ્યું હતું કે આ કોઈ ભાજપ, કોંગ્રેસની વાત નથી કે હિંદુ - મુસ્લિમની વાત નથી પરંતુ અસામાજિક તત્વો કોઈપણ ધર્મના કે જાતના હોય એમના માટેની આ લડાઈ છે.
આવા અસામાજિક તત્વોને ક્યારે પણ સાંખી નહી લેવાય આવા લોકોને કાયદાનું ભાન કરાવવું જરૂૂરી છે જેને લઈને શિવરાત્રીના બીજે દિવસે મોટી સંખ્યામાં સમસ્ત હિંદુ સમાજના લોકો બાપુના બાવલા ચોક ખાતે સાંજે 6:30 વાગ્યે આરોપીઓને જાહેર ચોકમાં લાવી સરઘસ કાઢવામાં આવે તેવી માંગ સાથે સમસ્ત હિંદુ સમાજના લોકો ઉમટી પડ્યા હતા. પોલીસ અધિકારીઓ પણ બાપુના બાવલા ચોક ખાતે દોડી આવ્યો હતો. પણ હિંદુ સમાજ ટસનો મસ થતો ન હતો જેને લઇને ધોરાજી ડીવાયએસપી સિમરન ભારદ્વાજ પણ દોડી આવ્યા હતા છતાં પણ હિન્દુ સમાજ મક્કમ હોય આરોપીઓને રજૂ કરવા માટેની માંગ સાથે રામધૂન બોલાવી હતી. રાત્રિના 1:00 વાગ્યા સુધી પાંચ થી છ હજાર જેટલા મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો બાપુના બાવલા ચોક ખાતે અડીંગો જમાવી દીધો હતો. આખરે રાત્રે એક વાગ્યે ડીવાયએસપી સિમરન ભારદ્વાજની આરોપીને રજુ કરવાની બાંહેધરી સાથેની સમજાવટથી બીજે દિવસે સવારે 11:00 કલાકે આરોપીઓને ઘટના સ્થળે રીક્ધસ્ટ્રકશન માટે લાવવાની બાહેંધરી આપતા મામલો થાળે પડ્યો હતો.
છતાં પણ સમસ્ત હિન્દુ સમાજ ઉપલેટા દ્વારા આરોપીઓને જ્યાં સુધી રજૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી ઉપલેટા બંધનું એલાન આપ્યું હતું જે સો ટકા સફળ થયું હતું કારણ કે વેપારીઓએ બંધના એલાનના પગલે સમર્થન આપી સ્વયંભૂ હિન્દુ અને મુસ્લિમ સમાજના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સ્વયંભૂ સજ્જડ રીતે બંધ રાખ્યા હતા.
ગઈકાલે સવારે 10:00 વાગ્યાથી જ લોકો મોટી સંખ્યામાં બાપુના બાવલા ચોક ખાતે પોતાના ધંધા રોજગાર સ્વયંભુ બંધ રાખીને ઉમટી પડ્યા હતા. ઉપલેટા શહેર અને ખાસ કરીને બાપુના બાવલા ચોક પોલીસ છાવણીમાં ફેલાઈ ગયું હતું ઉપલેટા, ધોરાજી, ભાયાવદર, પાટણવાવ, મોટી પાનેલી, મોટીમારડ, જેતપુર અને ગોંડલના પીઆઈ, પીએસઆઈ, પોલીસ, હોમગાર્ડ જીઆરડી ઉપલેટામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત સાથે સવારથી જ ગોઠવાઈ ગયા હતા. સમસ્ત હિંદુ સમાજ ઉપલેટાની મક્કમતા અને જીદની આગળ આરોપીને આખરે જાહેર બાવલા ચોક ખાતે બનાવ સ્થળે રી ક્ધસ્ટ્રકશન માટે લાવતા મોટી સંખ્યામાં લોકો નસ્ત્રજય જય શ્રી રામ, હિંદુ હિંદુ ભાઈ ભાઈ, હિન્દુ એકતા જિંદાબાદ, વંદે માતરમ, ભારત માતાકી જય, હર હર મહાદેવ, જય ભવાની જય શિવાજીસ્ત્રસ્ત્રના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.