ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

લોકોના દુ:ખ દર્દ દૂર કરવાના નામે લૂંટતી ભૂઇનો ભાંડો ફૂટયો

05:59 PM Apr 16, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

ઘર કંકાસ દૂર કરાવવાના બહાને સાસરિયાઓએ ત્રણ ભૂવા અને એક ભૂઇમાં બોલાવી હતી, પરિણીતાને એક ભૂવા સાથે સ્નાન પણ કરાવ્યું !

ઠગ મહિલા દુ:ખ દૂર કરવાના સાત હજાર લેતી ! : તારુ અગાઉ જયાંથી માંગુ આવ્યું ત્યાંથી તને કાંઇક નડે છે કહી વિધિ શરૂ કરી

રાજકોટમાં વધુ એક ધતિંગ લીલાનો પર્દાફાશ થયો છે. જન વિજ્ઞાન જાથા દ્વારા 1267મો પર્દાફાશ કરવામા આવ્યો છે . રાજકોટમાં રહેતી પીડિતા સાસરિયા વાળાના ભૂવાના ત્રાસથી કંટાળી ગઈ હતી. જેથી જન વિજ્ઞાન જાથાનો સંપર્ક કર્યો હતો. જેમાં લોકોને ઠગતી ભૂઇ માનો પર્દાફાશ થયો હતો. પીડિતાએ કહ્યું હતું કે, હું આ પરિવારને નડી રહી છું તેવું સાસરિયાને લાગી રહ્યું છે. જેથી ભૂવાઓના ત્રાસથી હું કંટાળી ગઈ છું. અત્યાર સુધીમાં પરિવાર દ્વારા 60 હજાર રૂૂપિયા ખર્ચવામાં આવ્યા છે અને તે વ્યાજે લેવામાં આવ્યા હતા અને તેનું વ્યાજ પણ હું ભરી રહી છું. જોકે માલવિયા નગર પોલીસ મથક ખાતે પોલીસની હાજરીમાં ભૂઇ મા દ્વારા જાથા સમક્ષ ખાતરી આપવામાં આવી હતી કે પોતે પોતાની ધતિંગ લીલા બંધ કરે છે.

જન વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના જેતપુરના વીરપુર પાસે આવેલા જેપુર ગામમાં છેલ્લા 20 વર્ષથી દશામાના માતાજીનો મઢ રાખી ભુઈ માનું કામ કરતા ભાવનાબેન ધીરુભાઈ મકવાણા લોકોને ઉપચાર સંબંધિત ભભૂતિ આપતા હતા. અબીલ, ગુલાલ અને કંકુ આપતા હતા. કોઈ વ્યક્તિને કોઈ નડતર હોય તો તે દૂર કરવાનું કામ કરતા હતા. આજેતેઓ વિધિ વિધાન કરવા માટે આવ્યા હતા. જેના રૂૂ. 5,000 અને આવવા જવાનું રૂૂ. 2,000 એમ કુલ રૂૂ. 7,000ની વસૂલાત કરી હતી.

જે અંગેની અમને માહિતી મળતા જાણવા મળ્યું કે, પીડિતાને અત્યાર સુધીમાં 5 જેટલા ભૂવા દ્વારા ત્રાસ આપવામાં આવ્યો હતો. એક ભૂવાને પીડિતા સાથે સ્નાન કરાવવામાં આવ્યું હતું, જે કાયદા મુજબ ગુનાને પાત્ર છે. આ ભૂઇ મા છે તેને પોલીસ સમક્ષ કબૂલાત પણ આપી દીધી છે કે આ ધતિંગ લીલા અને કપટ લીલા બંધ કરી દેશે. ભૂઇ માના પતિ ધીરુભાઈ કાળાભાઈ મકવાણા એ પણ કબૂલાત આપી છે કે, તેની પત્ની એટલે કે ભૂઇને માતાજી આવે ત્યારે પગે લાગતો હતો.

ભુઇ મા ભાવનાબેન મકવાણાએ જણાવ્યું હતું કે, દશામાને તેડાવ્યા હતા એટલે હું અહીં આવી હતી, હું દાણા જોતી નથી. મારે ત્યાં દશામાનો મઢ છે અને હું ભૂઇ મા છું, પરંતુ હું ધુણતી નથી. છેલ્લા 20 વર્ષથી ભૂઇ મા છું. ભભૂતિ પાઈ એટલે સારું થઈ જાય, તમે ભણેલા છો એટલે ખબર ન પડે.

પીડિતા રાધિકાએ જણાવ્યું હતું કે, મને ચાંદલા કર્યા, હાર પહેરાવ્યા એ બધુ જ પૂરું થઈ ગયું હતું. ત્યારબાદ મને કહ્યું કે તારે ભભૂતિ પીવાની છે. અગાઉ પણ એક વખત હું મંદિરે ભભૂતિ પી આવી હતી. મારી અંદર કંઈક છે તેવું કહીને મને ભભૂતિ પાવામાં આવતી હતી. મને એવું કહેવામાં આવતું હતું કે, તું તારા સાસુ અને નણંદ સહિતના સાસરિયાને હેરાન કરે છે. અગાઉ એવું કહેવામાં આવ્યું કે, તારું જ્યાંથી અગાઉ માગુ આવ્યું હતું ત્યાંથી તને કંઈક નડે છે.
વધુમાં પીડિતાએ જણાવ્યું કે, મારા પ્રેમ લગ્ન છે અને લગ્નને એક વર્ષ થયું હતું. ત્યારથી જ સાસરિયા દ્વારા એક ભુવાને રાત્રે ઘરે બોલાવવામાં આવતા હતા. બાદમાં મને પડધરી પાસે આવેલા ભુવાના મંદિરે લઈ જવામાં આવી. બાદમાં સાસરિયા દ્વારા ત્રીજો ભૂવો ગોતવામાં આવ્યો અને ત્યાં રાત્રે 10:00 વાગ્યે તેના ઘરે અમે જતા હતા જે મોરબી રોડ ઉપર રહેતો હતો. તે વખતે તો સાસરિયા દ્વારા મને તે ભૂવા સાથે સ્નાન કરાવવામાં આવ્યું હતું. આ છેલ્લા ભૂઇ મા છે કે, જ્યાં મને દશમ ભરવા માટેનું કહેવામાં આવ્યું. મારા ઘરમાં ઝઘડા બંધ થતા હોય તો તેના માટે પણ હું તૈયાર થઈ હતી. રાત્રે 8 વાગ્યે નાનું બાળક લઇને દશમ ભરવા જતા હતા અને રાત્રે 12 વાગ્યે પરત ફરતા હતા. આજે ભૂઇ માએ રૂૂ. 7 હજાર માગ્યા, હું ઘરકામ કરવા જાઉં છું અને પાર્લરમાં પણ કામ કરવા જાવ છું તો પૈસા હું ક્યાંથી કાઢું.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement