અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાં સેક્સ ટોય્ઝનો ઢગલો
ગુજરાતીઓએ ઓનલાઇન મગાવેલા પ્રતિબંધિત સેક્સ ટોય્ઝના 600 પાર્સલો અટકાવાયા
ઇ-કોમર્સ સાઇટ પરથી ઓર્ડર કરી ડમી એડ્રેસ ઉપર મંગાવે છે પાર્સલ, સ્કેનિંગ દરમિયાન ભાંડો ફૂટી જાય છે
અમદાવાદના શાહિબાગ વિસ્તારમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાં પ્રતિબંધિત સેકસટોય્ઝના વિદેશી પાર્સલોનો જબરો ખડકલો થયો છે. ભારતમાં સેકસટોય્ઝ ઉપર પ્રતિબંધ હોવા છતા લોકો દ્વારા ઓનલાઇન સેકસટોય્ઝ મંગાવવામાં આવતા હોવાથી આવા પાર્સલો ફોરેન પોસ્ટઓફિસે જ અટકાવી દેવામાં આવે છે અને તેના કારણે શાહીબાગ ફોરેન પોસ્ટઓફિસમાં 600 જેટલા પ્રતિબંધિત સેકસટોય્ઝના પાર્સલનો ખડકલો થઇ ગયો છે.
કસ્ટમ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પરથી સેક્સ ટોય અને હાઈ-ફ્રિકવન્સી ડ્રોનનો ઓર્ડર આપવાનું ચલણ સતત વધી રહ્યું છે.કસ્ટમ વિભાગ દ્વારા અમદાવાદ એરપોર્ટ પર સોનું અને ડ્રગ્સ જપ્ત કરવામાં આવી રહ્યું છે, સાથોસાથ ઋઙઘ પર યુએસ અને યુકેથી આવતા પાર્સલમાં નોંધપાત્ર સંખ્યામાં સેક્સ ટોયઝ ઝડપાઈ રહ્યા છે. એરપોર્ટ પર કેન્દ્રીય એજન્સીઓ દ્વારા વધેલી તકેદારીથી દાણચોરીની પ્રવૃત્તિઓ ઋઙઘ તરફ આગળ વધી છે.
વધતી જતી સેકસટોય્ઝની આયાત ચિંતાનો વિષય છે ફોરેન પોસ્ટ ઓફિસમાંથી અન્ય પ્રતિબંધિત સામાનમાં ડ્રોન, સેક્સ ડોલ્સ, ડીલ્ડો અને અન્ય સેક્સ ટોય મળી આવ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 600 સેક્સ ટોય મળી આવ્યા છે. ખાસ કરીને, 2022માં 165 સેક્સ ટોય, 2023માં 270 અને 2024માં 165 અમેરિકા અને યુકેમાંથી આવતા પાર્સલમાં મળી આવ્યા હતા.
વધુમાં, 12 ઉચ્ચ-આવર્તન ડ્રોન જપ્ત કરવામાં આવ્યા છે, એક વરિષ્ઠ કસ્ટમ અધિકારીએ જણાવ્યું હતું.અધિકારીએ કહ્યું, કસ્ટમ એક્ટ હેઠળ સેક્સ ટોય અને ડ્રોન પર પ્રતિબંધ છે. અમે FPO ખાતે વિદેશી પાર્સલનું સઘન સ્કેનિંગ કરીએ છીએ. લોકો આ વસ્તુઓને ઓનલાઈન પ્લેટફોર્મ્સ અને ઈ-કોમર્સ સાઇટ્સ પરથી ઓર્ડર કરે છે, અમુકલોકો વ્યક્તિગત ઉપયોગ માટેતો અમુક વેચવા માટે મંગાવે છે. પ્રતિબંધિત સેક્સ ટોય્સની રેન્જ રૂૂ. 25,000 થી રૂૂ. 50,000 સુધીની છે, જેમાં વિવિધ પ્રકારના વાઇબ્રેટર અને ડોલ્સ સામાન્ય રીતે જોવા મળે છે. જપ્ત કરાયેલા હાઇ-ફ્રિકવન્સી ડ્રોનની કિંમત રૂૂ. 50,000 થી 1 લાખની વચ્ચે છે.
70 ટકા પાર્સલ મહિલાઓના નામે, ડમી એડ્રેસનો ઉપયોગ
મોટાભાગની પ્રતિબંધિત વસ્તુઓ ડમી એડ્રેસનો ઉપયોગ કરીને મંગાવવામાં આવે છે, તેને વિવિધ માધ્યમો દ્વારા FPO માંથી એકત્રિત કરવાના પ્રયાસો થાય છે. આશ્ચર્યની વાત એ છે કે, આવા 70% પાર્સલ મહિલાઓના નામે અને 30% પુરુષોના નામે ઓર્ડર કરવામાં આવે છે. જ્યારે અમે કોઈને સેક્સ ટોય્સ મંગાવતા પકડીએ છીએ, ત્યારે અમે નિયમનો મુજબ લઘુત્તમ દંડ લાદીએ છીએ, તેમ અધિકારીઓ જણાવે છે.