સુત્રાપાડાના ધામળેજ ગામેથી વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો
સુત્રાપાડા પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી.ચૌહાણના સીધા માર્ગદર્શન હેઠળ સુત્રાપાડા પો.સ્ટે.સર્વેલન્સ સ્કોડના પોલીસ સ્ટાફ સુત્રાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના ધામળેજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ જગદિશસિંહ હમીરભાઇ ગોહીલ, પો.કોન્સ હરેશભાઇ પુંજાભાઈ વાઝા, પો.કોન્સ રોહીતભાઇ જગમાલભાઇ ઝાલાએ ખાનગી બાતમીના આધારે સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામે રહેતા કુલદીપ ધીરૂૂભાઇ ચાવડાના વાછરાદાદાના મંદિરની બાજુમાં આવેલ બે જુના મકાનોમા દરોડો પાડતા આરોપીના મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂૂની ઇમ્પીરીયલ બ્લ્યુ હેન્ડ પેક્ડ ગ્રેઇન વ્હિસ્કી 750 એમ.એલની બોટલ નંગ.06 કી.રૂૂ.6600 (2) ભારતીય બનાવટનો વિદેશી દારૂૂની ક્રીમપીસ સ્પેશીયલ વ્હીસ્કી ઓલ્ડ એન્ડ ઓરીજનલ 180 એમ.એલની ક્વાર્ટરીયા નંગ.60 જેની કુલ રૂૂા.6000 (ભારતીય બનાવટનો વિદેશી દારૂૂની રોયલ ચેલેન્જ ફીટનેશ પ્રીમીયમ વ્હીસ્કી 180 એમ.એલની ક્વાર્ટરીયા નંગ 61 કુલ કી.રૂૂા.18,825 (4) ભારતીય બનાવટનો કિંગ ફીશર સ્ટ્રોંગ પ્રીમીયમ બીયર 500 એમ.એલ.ના ટીન નંગ 24 કુલ કી.રૂૂા.5280 (5) ભારતીય બનાવટનો હાવર્ડઝ 5000 સુપર સ્ટ્રોંગ બીયર 500 એમએલ ના ટીન નંગ 120 કુલ કી.રૂૂા.26,400 (6) ભારતીય બનાવટનો ટેગ પ્રીમીયમ સ્ટ્રોંગ બીયર 500 એમએલ ના ટીન નંગ 15 કુલ કી.રૂૂા.3000 તથા 7 એક પ્લા.ના બાચકામા દેશી પીવાના દારૂૂના પાંચ-પાંચ લીટરના બુંગીયા નંગ 3 જેમા દેશી દારૂૂ લીટર 15 જેની કિ.રૂૂા.3000 તથા મજકુરની અંગઝડતીમાંથી મળી આવી હતી અને મોબાઈલ સહિત રૂૂા.76106 ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે.