For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માંગરોળના શેરીયાજ દરિયાકાંઠેથી 1200 ગ્રામ ચરસનું પેકેટ મળ્યું

11:31 AM May 27, 2025 IST | Bhumika
માંગરોળના શેરીયાજ દરિયાકાંઠેથી 1200 ગ્રામ ચરસનું પેકેટ મળ્યું

મોસમ બદલાતા જ દરિયાએ ચરસનું પેકેટ શેરીયાજના કિનારે બહાર ફેંક્યું હતું જેના પગલે જૂનાગઢ એસઓજીએ રૂૂપિયા 1.80 લાખનું બિનવારસુ ચરસ કબજે લઈ આગળની કાર્યવાહી કરી હતી. વાતાવરણમાં પલટો આવતા અને વરસાદ સાથે વાવાઝોડાની શક્યતા વચ્ચે માંગરોળના દરિયામાં કરંટ આવ્યો છે.

Advertisement

દરમિયાન સોમવારે જૂનાગઢ એસઓજીના પીઆઈ પી. સી. સરવૈયાની ટીમ માંગરોળ મરીન પોલીસ સાથે દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે વખતે માંગરોળના શેરીયાજના દરિયા કિનારે સમુદ્રમાંથી શંકાસ્પદ પેકેટ તણાઈ આવ્યું હોવાની જાણ સ્થાનિક માછીમારોએ કરતા પોલીસનો સ્થળ પર દોડી ગયો હતો અને પેકેટ કબજે લઈ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાંતોને જાણ કરવામાં આવી હતી. એફએસએલની ટીમે આવી શંકાસ્પદ પેકેટ ખોલતા તેમાંથી રૂૂપિયા 1.80 લાખની કિંમતનો 1.200 કિલોગ્રામ ચરસ મળી આવ્યો હતો.

આથી એસઓજીએ ચરસનું પેકેટ કબજે લઈ માંગરોળ મરીન પોલીસ મથકમાં જાણવા જોગ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ભુજ કચ્છના દરિયા કિનારેથી પણ ચરસના પેકેટ મળી આવ્યા હતા. શેરીયાજના દરિયા કિનારેથી મળી આવેલ ચરસનું પેકે ટડ્રગ્ઝની હેરાફેરી કરનારાઓની બોટમાંથી પડ્યું કે ઈરાદાપૂર્વક તરતું મુકાયું એ અંગે એસઓજીએ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement