જોગવડ ગામમાંથી પરપ્રાંતિય દિયર ભોજાઇ દ્વારા ચલાવાતુ ગાંજાના વેચાણનું નેટવર્ક પકડાયું
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાંથી પરપ્રાંતિય દિયર ભોજાઈ દ્વારા ચલાવવામાં આવતું નશીલા પદાર્થ ગાંજાના વેચાણ નું નેટવર્ક મેઘપર પોલીસે પકડી પાડ્યું છે, અને એક કિલોથી વધુ ગાંજા નો જથ્થો કબજે કરી લઈ તેનું વેચાણ કરી રહેલા એક પર પપ્રાંતીય શખ્સક્ષને ઝડપી લીધો છે, ત્યારે તેની ભાભી તથા ગાંજાના જથ્થાના સપ્લાયર સહિત બે શખ્સોને ફરારી જાહેર કરાયા છે.
આ દરોડાની વિગત એવી છે કે મૂળ ઉત્તર પ્રદેશના આઝમગઢ નો વતની અને હાલ લાલપુર નજીક જોગવડ ગામની સીમ વિસ્તારમાં એક ભાડાના મકાન આ રહેતો પ્રેમચંદ બ્રિજનાથ ચૌહાણ નામનો શખ્સ ખાનગીમાં નશીલા પદાર્થ ગાંજાનું વેચાણ કરી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમી ના આધારે મેંઘપર પડાણા નાવપી.આઈ. પી.ટી. જયસવાલ અને તેમની ટિમેં દરોડો હતો.
જે દરોડા દરમિયાન પ્રેમચંદ બ્રિજરાજ ચૌહાણ પોતાનાં ભાડાના મકાનમાં 1 કિલો અને 150 ગ્રામ ગાંજાના જથ્થા સાથે મળી આવ્યો હતો. જેથી પોલીસ દ્વારા તેની અટકાયત કરી લઈ તેના કબજા માંથી રૂૂપિયા 11,050 ની કિંમત નો જથ્થો મોબાઈલ ફોન તેમજ રૂૂપિયા 4920 ની રોકડ રકમ અને પ્લાસ્ટિકના પાઉચ વગેરે સહિત રૂૂપિયા 16,470 ની માલમતા કબજે કરી લઇ તેની અટકાયત કરી હતી. આ ઉપરાંત તેની સાથે ગાંજા ના વેચાણમાં સંડોવાયેલી તેની ભાભી સુનીતાબેન વિદ્યાચલ યાદવ ઉપરાંત ગાંજાના જથ્થાના સપ્લાયર મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ મેઘપર માં રહેતા જગદીપસિંગ ઉર્ફે જગ્ગી ને ફરારી જાહેર કર્યો છે, અને પોલીસ દ્વારા તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.