રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કાલાવડ રોડ પર હોટલમાં કામ કરતા નેપાળી યુવાન પર પાંચ શખ્સોનો છરી વડે હુમલો

04:07 PM Jul 30, 2024 IST | Bhumika
oplus_2097152
Advertisement
Advertisement

જુના ઝઘડાનો ખાર રાખી સવારે હોટલે સુતો હતો ત્યારે આરોપીઓ તૂટી પડ્યા

શહેરના કાલાવડ રોડ પર હોટલમાં કામ કરતા નેપાળી યુવાન પર પાંચ શખ્સોએ છરી વડે હુમલો કરતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. જૂના ઝઘડાનો ખાર રાખી યુવાન સવારે હોટલે સુતો હતો ત્યારે જ આરોપીઓ તૂટી પડ્યા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતિ વિગત મુજબ કાલાવડ રોડ પર તાલુકા પોલીસ સ્ટેશન સામે આવેલી કસ્તુરી ફુડ હોટલમાં કામ કરતો ગૌરવ શેરબહાદુર સાઉદ (ઉ.વ.20)નામનો નેપાળી યુવાન આજે સવારે સાડા આઠેક વાગ્યાના અરસામાં હોટલે સુતો હતો. ત્યારે રાજન સાઉન, રાહુલ વિશ્ર્વકર્મા, સિન્ધુ અને બે અજાણ્યા શખ્સોએ છરી અને કોયતા વડે હુમલો કરતા તેને શરીરે અને હાથના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં ગૌરવ ચાર મહિનાથી આ હોટલમાં નોકરી કરે છે. અગાઉ તેને આરોપીઓ સાથે ઝઘડો થયા બાદ સમાધાન થઇ ગયું હતુ. આમ છતા આજે તે હોટલે સુતો હતો. ત્યારે આરોપીઓએ ધસી આવી હમલો કર્યો હતો અને તેનો મોબાઇલ પણ લૂંટી ગયાનો આક્ષેપ કર્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement