નવાગામમાં પાલતુ શ્ર્વાનને ઘરમાં બાંધવાનુ કહેતા પ્રૌઢાને પાડોશી દંપતીએ મારમાર્યો
રાજકોટ શહેરના નવાગામ આણંદપરમાં રંગીલા ઢોરામાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા હંસાબેન પ્રહલાદભાઇ ચૌહાણ(ઉ.વ.50) એ તેમના પાડોશીને પાડેલો કૂતરો ઘરમાં બાંધવાનું કહેતા વીરા ગોવા ઉદ્દેશ,મધુબેન ગોવા અને પુજાબેન વીરાભાઈએ ઝઘડો કરી ધોકા વડે મૂંઢ ઇજા કરી હતી.
આ મામલે કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.હંસાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઈકાલ બપોરનાં હુ મારા ઘરે હતી ત્યારે મારા ઘરની સામે રહેતા વિરાભાઇ ગોવાભાઇ ઉદેશ ને મે કહેલ કે તમારો કૂતરો તમારા ઘરે રાખો અમને આ તમારો પાળેલો કૂતરો કરડવાની બીક લાગે છે.તેમ કહેતા આ વિરો મને કહેવા લાગેલ કે મારો પાળેલો કૂતરો શેરીમાં બહાર રહેશે.
તમારા થી થાય એ કરી લેજો તેમ કહી મને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગેલ અને મે ગાળો આપવાની ના પાડતા આ વીરો તે ના ઘરેથી લાકડાનો ધોકા લઇ આવી મને લાક્ડાના ધોકાનો એક ઘા માથાના ભાગે મારી દીધેલ જેથી મને માથામાંથી લોહી નીકળવા લાગેલ અને તેવામાં આ વીરા ની માતા મધુબેન તથા આ વીરાની પત્ની પૂજાબેન પણ ઘર બહાર આવી મને જેમ ફાવે એમ ગાળો બોલવા લાગેલ અને મને ઢીકા પાટુનો માર મારાવા લાગેલ બાદ મારા દીકરા બાલાની પત્ની પૂજા આવી જતા અમને નોખા પાડેલ બાદ આ ત્રણેય ત્યાંથી ભાગી ગયેલ અને આ મારા દીકરાની વહુ પૂજાએ 108માં કોલ કરતા ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ મામલે પોલીસે ત્રણેય આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂૂ કરી છે.