ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ધ્રોલ નજીક બંધ ટ્રકમાંથી અજાણ્યા યુવકનો કોહવાયેલો મૃતદેહ મળ્યો

12:29 PM Jul 25, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

જામનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડી ઓળખ મેળવવા ધ્રોલ પોલીસના પ્રયાસો

ધ્રોલ નજીક બંધ ટ્રકમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળતાં ખળભળાટ મચી ગયો છે. ધ્રોલ પોલીસને જાણ થતાં તુરંત દોડી ગઈ હતી અને મૃતદેહને જામનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ ધ્રોલ નજીક રાજકોટ હાઈવે પર ગાત્રાળ હોટલથી થોડે આગળ બંધ ટ્રકમાં શંકાસ્પદ હાલતમાં કોહવાયેલો મૃતદેહ મળતાં ચકચાર મચી ગયો છે.

ટ્રક ધ્રોલના પરાક્રમસિંહનો હોવાનું જાણવા મળ્યું હતું. અને તે ટ્રક આઠેક મહિનાથી બંધ હાલતમાં પડેલ હતો. જેથી ટ્રક માલિક ત્યાં જતાં પણ નહિ. ગઈ કાલે બપોરે ટ્રક માલિક ટ્રક જોવા ગયાં ત્યારે ટ્રકમાં કોહવાયેલો મૃતદેહ જોતા તુરંત ધ્રોલ પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં ધ્રોલ પીએસઆઈ પી. જી. પનારા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જામનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અજાણ્યા પુરુષની આશરે ઉ.30 વર્ષ હોવાનું પોલીસે જણાવ્યું હતું. અજાણ્યા પુરૂૂષનો મૃતદેહની ઓળખ મેળવવા ધ્રોલ પોલીસે તજવીજ હાથ ધરી છે.

Tags :
crimedead bodyDhrolDhrol newsDhrol nwsgujaratgujarat news
Advertisement
Advertisement