કુવાડવા ગામ નજીક નજીવી બાબતે સગીરને ચાર શખ્સોએ બેફામ માર માર્યો
કુવાડવા ગામ નજીક વાકાનેર ચોકડી પાસે 17 વર્ષ સુધી નજીવી બાબતે પાઇપ વડે બેફામ માર મારતા તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો આ મામલે કુવાડવા પોલીસ મથકના ચારેય વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
વધુ વિગતો મુજબ,કુવાડવા ગામે રહેતા 17 વર્ષનાં ઉમંગ બાહુકીયાએ અનિલ ગમારા,નિલેશ ગમારા અને બે અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.ઉમંગે ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું ટી-સ્ટોલ ચલાવુ છુ.ગઇ તા.15/06ના રોજ બપોરના સાડા ત્રણેક વાગ્યાની આસપાસ અનીલભાઇ ગમારા (રહે બામણબોર વાળા)નો મારા ફોનમાં ફોન આવેલ હતો અને આર્યાબેન ચિરાગભાઇ કાપડીયા (રહે પટેલ વાડી કુવાડવા ગામ તા.જી રાજકોટ વાળી) સાથે વાત કેમ નથી કરતો તેમ કહી મને ફોનમાં ગાળો આપવા લાગ્યો હતો.
જેથી મે મારા મોટા બાપુ જયંતીભાઇના દિકરા સચીનભાઇને આ બાબતે વાત કરેલ હતી જેથી સચિનભાઇએ અનિલભાઇના કાકા અજીતભાઇ ગમારાને ફોન કરીને વાત કરેલ હતી જેથી અનિલભાઈના કાકા અજીતભાઇએ કહેલ કે અનિલભાઇ હવે ઉમંગ ભાઇને ફોન નહી કરે બાદમાં સાંજના હુ અમારા ગામમાં આવેલ અમારા મઢે દર્શન કરવા માટે ગયેલ હતો અને પછી વાંકાનેર ચોકડીએ મારો મિત્ર રાયધનભાઇ ઉભો હતો.જેથી હું ત્યા ઉભો રહેલ હતો અને હુ મારા મિત્ર રાયધનભાઇનો સ્કોર્પીયો ગાડીમાં બેસવા જતો હતો ત્યારે બે બાઇક લઈને અનિલભાઇ ગમારા, નિલેશભાઇ ગમારા તથા બે અજાણ્યા પાઇપ લઈને આવેલ અને મારી સાથે બોલાચાલી ઝધડો કરવા લાગેલ હતા અને ગાળો આપવા લાગ્યા હતા.ત્યારબાદ આરોપીઓએ હુમલો કર્યો હતો. ત્યારબાદ ઇજા થતાં મને સારવાર માટે આરોગ્ય કેન્દ્ર કુવાડવા ગામ ખાતે લઈને ગયેલ હતા બાદ વધુ સારવાર માટે મને સરકારી હોસ્પીટલ રાજકોટ ખાતે લાવ્યો હતો.આ મામલે કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.