બરકતીનગરમાં નજીવા પ્રશ્ર્ને ધોકા ઉડ્યા : મહિલા સહિત ત્રણને ઇજા
શહેરમા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા આવેલા બરકતીનગરમા સંધ્યા ટાણે પાડોશી પરીવાર વચ્ચે નજીવા પ્રશ્ર્ને મારા મારી થઇ હતી જેમા સમજાવવા વચ્ચે આવેલા સાઢુને પણ માર માર્યો હતો મારામારીમા ઘવાયેલી મહીલા સહીત ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામા આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા આવેલ બરકતીનગરમા રહેતા સદામ મોહમદ અલી હુશેન (ઉ.વ. 31 ) અને તેનાં સાઢુભાઇ આશીફ હશન અલી શેખ (ઉ.વ. ર8 ) પોતાનાં ઘર પાસે હતા . ત્યારે સંધ્યા ટાણે પાડોશમા રહેતા શ્રમીકોએ ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. જયારે વળતા પ્રહારમા બરકતી નગરમા રહેતા ઇન્દ્રાવતી દેવી રામ કેદાર કુશ્વા (ઉ.વ. 4પ ) ઉપર આશીફ સમા અને જુનેદ સહીતનાં શખસોએ ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો . મારામારીમા ઘવાયેલા મહીલા અને બે યુવકને તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવ્યા હતા.
પ્રાથમીક પુછપરછમા સદામ અને તેની પાડોશમા રહેતા ઇન્દ્રા વતી દેવી વચ્ચે છોકરાઓ મુદે ઝઘડો થયો હતો જેથી સદામે નજીકમા રહેતા સાઢુ આશીફ શેખને બોલાવ્યો હતો . તે દરમ્યાન વાત વણસતા મારા મારી થઇ હતી જેમા ત્રણેય લોકોને ઇજા પહોંચી હોવાનુ જાણવા મળ્યુ છે આ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.