લાઠીના નાના રાજકોટની સગીરાને માસાએ દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી
લાઠી તાલુકાના નાના રાજકોટ ગામની સીમમાં રહેતી દાહોદ પંથકની એક સગીરાને તેના માસાએ પ્રેમજાળમાં ફસાવી અવારનવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દેતા અને મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
સગીરા પર દુષ્કર્મની આ ઘટના લાઠી તાલુકાના નાના- રાજકોટ ગામની સીમમાં છેલ્લા ત્રણેક માસ દરમિયાન બની હતી. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં રહેતી એક 17 વર્ષિય સગીરાએ આ બારામાં તે વિસ્તારમાં રહેતા પોતાના માસા સામે ફોજદારી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું છે આ શખ્સે તેમની સાથે બળજબરી પૂર્વક શરીર સબંધ બાંધ્યો હતો.
પોતે પરણિત હોવા છતાં તેનું અપહરણ કરી વાડીએ લઈ ગયો હતો અને ત્યા પણ તેના શરીરે અડપલા કરી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. જેના કારણે હાલમાં તેના પેટમાં 3 માસનો ગર્ભ છે.સગીરામાં ફરિયાદમાં એમ પણ જણાવ્યું હતું કે તેના માસાએ તેને તથા તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી આ કૃત્ય આચર્યું હતું. લાઠી પોલીસે સગીરાની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે. પીઆઈ એસ.એમ.સોની બનાવની તપાસ ચલાવી રહ્યા છે.