રેલનગરની સગીરાને પડધરીનો વિધર્મી શખ્સ ભગાડી ગયો
રાજકોટ શહેરમાં લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે. રેલનગરમાં રહેતી સગીરાને પડધીરનો મુસ્લિમ યુવક ભગાડી જતા સગીરાના માતાએ પ્રનગર પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપી વિરૂદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે. આ ઘટનામાં આરોપીને સંકજામાં લેવા પોલીસના પીઆઇ વસાવા અને સ્ટાફે તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ રેલનગરમાં રહેતા ત્યકતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, ઘરે બેઠા ઇમીટેશનનુ કામ કરે છે. તેમના 15 વર્ષ પહેલા ગોંડલ રહેતા યુવાન સાથે લગ્ન થયા હતા. તેમના થકી તેમને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. ત્યારબાદ પત્ની સાથે મન મળે ન થતા આઠ વર્ષ પહેલા તેમની સાથે છુટાછેડા લઇ લીધા હતા અને હાલ ત્યકતા પોતાની ઘરે ઇમીટેશનનું કામ કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. ગત.22ના રોજ સવારના સમયે તેમનો દિકરો અને દિકરી બંન્ને રેલનગરમાં આવેલા ટયુશનમાં ગયા હતા. ત્યારબાદ ટયુશનમાંથી સાડા નવ વાગ્યે સાહેબનો ફોન આવ્યો હતો.
કે તમારી દિકરી ટયુશન કલાસમાં આવી નથી જેથી મહિલાએ કહ્યુ કે મારી દિકરીને કલાસીસમાં મોકલી હતી ત્યારબાદ મહિલા તેમજ તેમના પરિવારજનોએ સંગા સંબધીઓના ઘરે તપાસ કરી પુત્રી મળી આવી નહતી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી આ મામલે સગીરાના માતા એ આક્ષેપો સાથે જણાવ્યુ હતુ કે તેમના ભાઇની હોટલમાં અગાઉ કામ કરતો પડધરીનો સાહિલ સંઘાર જે ઘરે આવતો જતો હોય જેથી તેમનો પરિચય થયો હતો. ત્યારબાદ આ સાહિલે નોકરી મુકી દીધી હતી. અને પુત્રી જયારે ટયુશનેથી જતી રહી તેના અમુક કલાકો બાદ તેમણે માતાના મોબાઇલમા મેસેજ કર્યો કે હુ સાહિલ સાથે ખુશ છું આ લવજેહાદની ઘટનામાં પોલીસે આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે.