For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરના ધોળાના આધેડ સાથે રૂપિયા 4.85 લાખની છેતરપિંડી

12:09 PM Aug 19, 2025 IST | Bhumika
ભાવનગરના ધોળાના આધેડ સાથે રૂપિયા 4 85 લાખની છેતરપિંડી

એક વર્ષ અગાઉ નારીયેળ ખરીદવા કટકે કટકે ઉછીના આપેલ રૂપિયા પરત ન આપતા ફરિયાદ

Advertisement

ભાવનગર જિલ્લાના ઉમરાળામાં ધોળા જંકશન ખાતે એક આધેડ સાથે નારીયેળ લેવા માટે પૈસા આપ્યા બાદ જુદા જુદા બહાના બતાવી પૈસા પરત ન કરી રૂૂા.4.85 લાખની છેતરપિંડી થતા પોલીસ ફરિયાદ નોંધાય છે
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધોળા (જંક્શન) ખાતે રહેતા શંકરલાલ ઇશ્વરલાલ વધવાએ એકાદ વર્ષ અગાઉ દડવા (રાંદલ) ગામે રહેતા વિષ્ણુપરી દેવપરી ગૌસ્વામીને કટકે કટકે નારીયેળ માટે ઉછીના રૂૂા. 4,85,000 આપેલ હતા.

જે બાદ અવાર નવાર રૂૂપિયાની ઉઘરાણી કરતા શંકરલાલને એક ચેક આપેલ જે ચેકમાં સહીની ભુલ થતાં વિષ્ણુપરીએ તેમના રૂૂપિયા આપવાનું વચન આપ્યું હતું પરંતુ અવાર નવાર માંગણી કરતા, રૂૂપિયા ન આપી છેતરપિંડી આચરતા શંકરલાલ વધવાએ ઉમરાળા પોલીસ મથકમાં વિષ્ણુપરી દેવપરી ગૌસ્વામી વિરૂૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement