રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોરબીમાં અજાણ્યા નંબરમાંથી આવેલો મેસેજ વેપારીને રૂા.98 લાખમાં પડયો, છેતરપિંડી

01:10 PM Nov 22, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

મોરબીમા વેપારી સાથે આરોપીએ વોટ્સએપમા મેસેજ કરી વતા કરી પોતે જોન્સન કંપનીના એકઝીક્યુટીવ ડાયરેક્ટર શરત ચાંડક તરીકેની ઓળખ આપતાં વેપારીએ ચાંડક સાથે નાણાકીય વ્યવહાર કરતા હોય જેથી આરોપીના યુકો બેન્ક એકાઉન્ટ રૂૂ. 98,00,000 નાખતા વેપારી સાથે બે શખ્સોએ છેતરપીંડી કરી હોવાની જાણ થતાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના આલાપ રોડ પર શીવશક્તિપાર્ક આસોપાલવ એપાર્ટમેન્ટમાં રહેતા કેતનભાઈ પ્રભુભાઈ દલસાણીયા (ઉ.વ.38) એ આરોપી વોટ્સએપ ધારક અને યુકો બેન્ક એકાઉન્ટ ધારક વિરુદ્ધ સયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી વ્હોટશએપ નંબર 99369 55716 વાળાએ ફરીયાદી સાથે ફરીયાદીના મોબાઇલમાં વ્હોટસએપમાં મેસેઝ કરી ફરીયાદિને પોતે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર શરત ચાંડાક તરીકે વાત કરી ફરીયાદીનો વિશ્વાસ કેળવી અને ફરીયાદી અવારનવાર વ્હોટસએપ ચેટ દ્રારા આ જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર શરત ચાંડાક સાથે નાણાકીય વ્યહવાર કરતા હોય અને ફરીયાદિને આ જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર શરત ચાંડાકે યુકો બેંક એકાઉન્ટ નંબર 3499021 0000687 ફરીયાદિના વ્હોટસએપમાં મોકલી હોય અને ફરી.ને રૂૂ, 98,00,000/- ડીલરને એડવાન્સ પેમેન્ટ તરીકે મોકલી આપવા ચેટથી વાત કરેલ હોય જેથી ફરીયાદિએ આ યુકો બેંક એકાઉન્ટ નંબરમાં રૂૂ 98, 00,000- આર.ટી.જી.એસ દ્રારા મોકલી આપેલ હોય અને ફરીયાદીએ આ અંગે શરત ચાંડાક સાથે વાત કરતા પોતે ફરીયાદિને કોઇ મેસેઝ નહી કરેલ હોવાની વાત કરેલ હોય ત્યારે ફરીયાદિને જાણવા મળેલ કે આ કામના આરોપી (1) મોબાઇલ નંબર 99369 55716 તથા (2) યુકો બેંક એકાઉન્ટ નંબર 34990210000687 ના ખાતા ધારકે મળી ફરીયાદિ સાથે રૂૂ 98,00,000/- ની છેતરપીંડી કરી હતી. આ અંગે વેપારીએ આરોપીઓ વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Tags :
crimefraudgujaratgujarat newsmorbimorbi news
Advertisement
Next Article
Advertisement